વિશ્વાસ…

કોઇ એક સંત વિદેશ યાત્રાએ જઇ રહ્યા હતા. એ સંત તમામ મુસાફરોની સાથે જ વિમાનમાં બેઠા અને વિમાને સફળતાપૂર્વક ટેઇકઓફ કર્યુ. થોડો સમય પસાર થયો ત્યાં વિમાનમાં અચાનક જ કોઇ ટેકનિકલ ખામી સર્જાઇ.

તમામ મુસાફરને આ બાબતથી વાકેફ કરવામાં આવ્યા. ધરતીથી હજારો મીટર ઉંચે વિમાન હાલક-ડોલક થવા લાગ્યુ. બધા મુસાફરો ભયની ચીસો પાડવા લાગ્યા. હવે શું થશે ? નો વિચાર વિમાનની સાથે બધા મુસાફરોને પણ ધૃજાવતો હતો.

પેલા સંતની નજર એક નાની છોકરી પર ગઇ. એણે જોયુ તો એ છોકરી બહુ જ શાંતીથી વાર્તાની ચોપડી વાંચી રહી હતી. સંતને આશ્વર્ય થયું કે આ છોકરીને મરવાની બીક કેમ નહી લાગતી હોય ? શું આ છોકરીએ જાહેરાત નહી સાંભળી હોય ? એને નહી સમજાયું હોય કે આપણે કેવી મહા મુસીબતમાં આવી ગયા છીએ. પેલા સંત આ વિચારતા હતા ત્યાં જ બધાના આશ્વર્ય વચ્ચે વિમાન સ્થિર થઇ ગયુ અને ફરીથી જાહેરાત થઇ કે આપણા બાહોશ પાઇલોટે ટેકનિકલ ક્ષતિ દુર કરી દીધી છે હવે આપણે સંપૂર્ણ સલામત છીએ. બધાએ રાહતનો શ્વાસ લીધો.

પેલા સંત ઉભા થઇને નાની છોકરી પાસે ગયા. છોકરી તો હજુ પણ પોતાની વાર્તાની ચોપડી વાંચવામાં જ ગુલતાન હતી. સંતે એ છોકરીના માથા પર હાથ મુક્યો એટલે એણે ઉંચે જોયુ અને સંતને વંદન કર્યા. સંતે પુછ્યુ કે બેટા આ વિમાનમાં હમણા શું થયું એ તને કંઇ ખબર છે ? પેલી છોકરીએ કહ્યુ ,” જી , મહારાજ મેં બધું જ સાંભળ્યુ હતું અને હું સમજતી પણ હતી.” સંતે આશ્વર્ય સાથે પુછ્યુ કે તો તને ડર ના લાગ્યો ? તું આટલી શાંતીથી કઇ રીતે વાંચી શકતી હતી ?

પેલી છોકરીએ હસતા- હસતા કહ્યુ , ” મહારાજ , આ વિમાનના પાઇલોટ મારા પપ્પા છે. મારા પપ્પા પોતે વિમાન ચલાવતા હોય તો મને શું ચિંતા હોય ? કોઇ બાપ પોતાની દિકરીને મરવા દે ખરો ? ”

આપણા આ જીવનરુપી વિમાનનો પાયલોટ પણ આપણો પરમપિતા છે. આપણા આ જીવન વિમાનમાં કોઇ ક્ષતિ સર્જાય છે ત્યારે પેલી નાની બાળકી જેવો પૂર્ણ વિશ્વાસ આપણને પણ આપણા એ પરમપિતા પર હોય તો ? !!!!!!!!!!!!!!!!!!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s