ફૂટેલો ઘડો..

પાંચ દાયકા પહેલાની વાત છે. જયારે માણસોન મનમાં વિશાળતા અને તનમાં ચેતના ભરપૂર રહેતી.
સૂર્યના આછા પ્રકાશમાં સૂતેલું આખુંય ગામ ધીમે ધીમે જાગી રહ્યું હતું. મંદિરમાં થતા ઘંટારવે સૌન કાનમાં પ્રવેશી સૌને કામમાં પ્રવૃત્ત કર્યા. ગા ભેંસના ગળે બાંધેલી ઘંટડીના અવાજથી ગા જાણે ફરી જીવંત બની ગયું.
ગામની સ્ત્રીઓ માથે ઘડા લઈ પાણી ભરવ નીકળી પડી. ગામમાં કોઈ કૂવો નહિ કે પીવાના પાણીની સગવડ પણ નહિ. દૂર દૂર સુધી ચાલતા જ પાણી લાવવું પડતું.
બધી સ્ત્રીઓની પાછળ એક માજી માથે ઊંચકી શકાય નહિ તેથી ત્રાજવાની જેમ લાકડીમાં ઘડા બાંધી ખભે ટીંગાડી હળું હળું ચાલતા આ માજીના શરીરે કરચલીઓ પડી ગઈ હતી, પણ એ જોમ એમનું એમ જ હતું. રોજ પાણીના બે ઘડા ઊંચકીને ભરી લાવે. એમાંનો એક ઘડો તૂટેલો હતો માજી કુવેથી આખો ઘડો ભરે પણ ઘરે પહોંચે ત્યાં અડધો જ રહે !
માજી પાણી ભરીને આવે ત્યારે કેટલાકને તેના પર  દયા આવતી, તો કેટલાક ફૂટેલા ઘડામાંથી  નીકળતાં પાણીને જોઇને તેમની ઠેકડી ઉડાડતા  “માજી અડધો મારગ તો ધોવાઈ ગ્યો, હવે બાકીના મારગનો શો વાંક?” , “એ! કોઈને પાણ પીવું હોય તો હાલો, માજીનું હરતું ફરતું પરબ આવી  ગયું છે .”
માજી કોઈને પણ જવાબ આપ્યા વગર ઘર તરફ ચાલી નીકળતા. આ બધું જોઇને ઘડાને પણ ખૂબ દુ: થતું ; કે જો હું તૂટેલો ના હોત તો માજીને  આટલી  મહેનત પછી આખો ઘડો ભરીને પાણી તો મળત !
માજી રોજની માફક પાણી ભરીને આવતા હતા ત્યારે સામે પાદરમાં નાના છોકરાઓ ટોળે વળી રમતા હતા તેમાંથી એક છોકરાએ માજી પાસે આવીને તેમને કહ્યું : “બા, તમે રોજ બે ઘડા પાણીથી  આખા ભરીને લાવો છો પણ આ એક ઘડો તો તૂટેલ છે, એમાંથી તો બધું પાણી ઢોળાઈ જાય છે, તો નવો ઘડો કાં નથી લેતા?”
માજીએ કહ્યું : “બેટા ! પરોપકાર હાટુ, મારે બે ઘડા પાણીની ખપ નથી. આ ફૂટેલા ઘડાને લીધે તો આવતા આવતા મારે વજનેય ઓછું થઈ જાય ને નીચે જો ; એક બાજુનો મારગ જ્યાં આ ફૂટેલો ઘડો રેય સે ન્યા મેં બી વાયવા’તા અને જો આજે કેવા છોડવા ને ફૂલડાં ઉગી ગ્યા છે , ને બધુંય લીલું લી થઇ ગયું છે, ને બીજી બાજુ તો ઉજ્જડ વેરાન સે. આખો ઘડો તો મારી એકલીના કામમાં આવે જયારે આ ફૂટેલો ઘડો તો આખા સમાજના કામમ આવે છે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s