કદરૂપો ચેહરો કે સારું ચારિત્ર્ય

મહાન તત્વજ્ઞાની સોક્રેટિસ દેખાવે જરા પણ સુંદર ન હતા.
સોક્રેટિસ ની એક એવી આદત હતી કે જેનાથી એના 2 શિષ્યો થોડા ચિંતિત હતા. સોક્રેટિસ ની એક એવી વિચિત્ર આદત હતી કે એ થોડી થોડી વારે પોતાનો કદરૂપો ચેહરો અરીસા માં જોયા કરતા.

સોક્રેટિસ ના બન્ને શિષ્યો ને એવું લાગતું કે ચેહરો સુંદર હોય અને ગુરુજી જો અરીસા માં જોયા કરે તો બરોબર છે પણ આટલો કદરૂપો ચેહરો હોવા છતાં અરીસા માં કેમ જોયા કરતા હશે.
એક વખત સોક્રેટિસ ખુબ લાંબા સમય સુધી અરીસા માં જોઈ રહ્યા હતા. એ જોઈને શિષ્યો હસી પડ્યા. સોક્રેટિસ એમના હસવાનો અવાજ સાંભળી સોક્રેટિસ પણ હસ્યાં અને શિષ્યો  ને પોતાની પાસે બોલાવ્યા.
શિષ્યો ને પાસે બોલાવીને સોક્રેટિસ એ કીધું કે તમે એટલા માટે હસો છો કેમકે હું આટલો કદરૂપો દેખાવા છતાં અરીસા માં જોયા કરું છું. એ તમને થોડું વિચિત્ર લાગે છે. બરોબર ને? તો તમને કહી દઉં કે સુંદર વ્યક્તિ ને અરીસા માં જોવાની જરૂર નથી હોતી.
જે વ્યક્તિ સ્વયં સુંદર છે એને ખરેખર અરીસા માં જોવાની જરૂર જ નથી કેમ કે એ ખરેખર સુંદર છે. અરીસા માં જોવાની જરૂર એને છે જે કદરૂપા દેખાઈ છે. હું રોજ અરીસા માં એટલે જોવ છું કે મારો આ ચેહરો તો આટલો ગંદો છે પણ મારા થી કોઈ એવા કામ ના થઇ જાય કે જેના લીધે મારુ ચરિત્ર પણ મારા ચેહરા જેટલું કે વધારે ગંદુ થાય  એટલે મારી જાત ને રોજ સાવધાન કરવા માટે હું અરીસો જોવ છું.

ચેહરા ની સુંદરતા આજે છે અને કાલે નથી એટલે ચારિત્ર્ય ને સુંદર રાખવા આપણે હંમેશા સત્કર્મ કરવા જોઈએ .એટલે જયારે પણ આપણે અરીસા માં પોતાની જાત ને જોઈએ ત્યારે પોતાની જાત ને દોષી ના સમજીએ અને વધુ સારા કર્મ કરવાની પ્રેરણા પુરી પાડીએ.

 

ભૌતિક સ્પર્શક

26/10/2016

http://www.feelthesparsh.com

http://www.bhautikhunt.com

સાચો સન્યાસ

બે બૌદ્ધ ભિક્ષુક પહાડ પર આવેલા મઠ પર જઈ રહ્યા હતા. રસ્તા માં એક ઊંડું નાળું હતું. નાળા ના કિનારા પર એક સ્ત્રી બેઠી હતી. એ સ્ત્રી ને એ નાળું પાર કરી ને આવેલા ગામ પહોંચવાનું હતું પણ નાળા માં પાણી વધી જવાના લીધે એ નાળું પાર કરવાનું સાહસ નહતી કરી શકતી.
આ બન્ને ભિક્ષુકો એ આ જોયું. હવે બન્ને માંથી જે એક વધારે યુવાન હતો એણે એ સ્ત્રી ને ખમ્ભા પર ઉંચકી ને નાળા ની બીજી બાજુ એ લઇ જઈ ને છોડી દીધી પછી. એ સ્ત્રી પોતાના ગામ ના રસ્તા પર જવા નીકળી ગઈ અને પેલા ભિક્ષુકો પોતાના મઠ પર જવા નીકળી ગયા.
બીજા ભિક્ષુ એ પેલા યુવાન ભિક્ષુ કે જેણે પેલી સ્ત્રી ને ખમ્ભા પર બેસાડી ને નાળું પાર કરાવેલું એને કઈ કહ્યા વગર પહાડ ચડવાનું ચાલુ રાખ્યું પણ એના મન માં કઈ ચાલ્યા કરતું હતું.

પણ જેવો મઠ આવ્યો એટલે એ પોતાની જાત ને વધુ રોકી ના શક્યો અને કહ્યું “આપણા ધર્મ માં કોઈ પણ સ્ત્રી ને સ્પર્શ કરવાની નહિ પણ સ્ત્રી ને જોવાની પણ મનાઈ છે પણ તેતો એ સ્ત્રી ને પોતાના હાથ વડે ઊંચકીને પોતાના ખમ્ભા પર બેસાડી અને નાળું પર કરાવ્યું આ આપણા માટે ખુબ જ શરમ ની વાત છે”.

હવે પેલા મદદ કરનાર ભિક્ષુક એ કહ્યું “તો આ વાત છે એમ. હું તો એ સ્ત્રી ને નાળું પાર કરાવતા ની સાથે જ છોડી દીધેલી અને આગળ વધી ગયેલો પણ તું તો એ સ્ત્રી નો ભાર હજી ઊંચકી રહ્યો હોય એવું લાગી રહ્યું છે”. સન્યાસ નો મતલબ એવો નથી કે આપણે કોઈની સેવા કરવા માં પીછે હઠ કરવી જોઈએ. પણ સન્યાસ માં તો મન માં રહેલા વિકાર અને વાસના ઓ નો ત્યાગ કરવાનો હોય છે.

આ દ્રષ્ટિ થી જોઈએ તો પેલા મદદ કરનાર સન્યાસી યુવક ખરા અર્થ માં સન્યાસી કહી શકાય. જયારે બીજા સન્યાસી ના મન માં વિકાર હતો. જો આપણે આપણા મન માં રહેલા વિકાર અને વાસના જેવા દુર્ગુણો ને નિયંત્રિત કરી શકીયે તો આપણે ગૃહસ્થ હોવા છતાં પણ સન્યાસી જ છીએ એવું કહી શકાય.

મન માં રહેલા દુષ્ટ વિચારો અને ભાવના ઓ ને જો દૂર કરીયે અને એકબીજા ને મદદ કરી એ તો માણસ તરીકે આપણું જીવન સફળ બનાવી શકાય જીવન સફળ બનાવવા માટે બીજા જીવન ની જરૂર નહીં પડે.

એટલે જ કેહવાઈ છે કે “માણસ નું ચારિત્ર્ય એજ માણસ નો ઉત્તમ પરિચય છે”

-ભૌતિક સ્પર્શક
22/10/2016

http://www.bhautikhunt.com

http://www.feelthesparsh.com

અધોપતન

એક વખત એક જિજ્ઞાસુ એ એક જ્ઞાની વ્યક્તિ ને પૂછ્યું કે “આ દુનિયા માં રહેલા બધા માણસો એકસરખા દેખાઈ છે. એક સરખા હાડ માંસ ના બનેલા છે  પણ એમાંથી કેટલાય અધોપતન ના ખાડા માં કેમ જતા રહે છે?

એ જ્ઞાની એ આ વાત નો જવાબ આપવા એ વ્યક્તિ ને બીજા દિવસે નજીક ના તળાવ પાસે બોલાવ્યો. બીજા દિવસે એ વ્યક્તિ સમયસર તળાવ પાસે પહોંચી ગયો અને ત્યાં પેલા જ્ઞાની પરુષ હાજર જ હતા. એ જ્ઞાની પુરુષ ના હાથ માં બે ઘડા હતા. એ ઘડા માંથી એક એકદમ સારું હતું અને બીજા માં થોડું કાણું હતું.

એ બન્ને ઘડા જ્ઞાની વ્યક્તિ એ બીજા વ્યક્તિ ને બતાવ્યા.
હવે જ્ઞાની વ્યક્તિ એ એ ઘડા માંથી એક ઘડો જે સારો હતો. એ તળાવ માં ફેંકી દીધો એ ઘડો તળાવ માં તરવા લાગ્યો. પછી એ જ્ઞાની વ્યક્તિ એ બીજો ઘડો જેના તળિયે કાણું હતું. એ તળાવ માં ફેંક્યો કાણા વાળા ઘડા માં પાણી ભરવા લાગ્યું અને ધીમે ધીમે એ ઘડો ડૂબી ગયો.

જ્ઞાની એ વ્યક્તિ ને પૂછ્યું કે આ બન્ને ઘડા એક જ પદાર્થ ના બન્યા હોવા છતા બન્ને ની હાલત પાણી માં ગયા પછી કેમ અલગ અલગ થઇ ?
પેલા વ્યક્તિ એ જવાબ આપ્યો એક ઘડા માં કાણું હતું જયારે બીજો તળિયે થી મજબૂત હતો એટલે એ ના ડૂબ્યો.

હવે એ જ્ઞાની વ્યક્તિએ સમજાવ્યું કે આવી જ રીતે માણસ માં કાણા સ્વરૂપ કેટલાય દોષ હોય છે જેમ કે લાલચ, લોભ, દ્વેષ, અસત્ય, ઈર્ષ્યા, ગુસ્સો આ બધા દુર્ગુણો માણસ ને અધોપતન ના ખાડા માં ફેંકી દે છે.

આ દિવાળી પર આપણે આપણા માં રહેલા આ અંધકાર રૂપી બધા દુર્ગુણો નો ત્યાગ કરી અને અંજવાળા રૂપી સારા સકારાત્મક ગુણો વિકસાવી ને આપણું અને સમાજ બન્ને નું કલ્યાણ થાય એ માટે કર્યો કરીયે અને તો જ આપણું જીવન અને સમાજ બન્ને ને ઉજળો બનાવી શકાશે.

#happydiwali2016

-ભૌતિક સ્પર્શક

21/10/2016

http://www.bhautikhunt.com

http://www.feelthesparsh.com

માનસિક સાંકળ

એક વખત એક વ્યક્તિ રોડ પરથી જય રહ્યો હતો ત્યારે એણે જોયું કે અમુક મહાકાય હાથી ઓ રોડ ના કિનારા પર બન્ધાયેલા હતા
હાથી ઓ ના આગળ ના પગે પાતળી રસ્સી બાંધેલી હતી. એ વ્યક્તિ ને જોઈને આશ્ચર્ય થયું કે જે વિશાળ હાથી ને લોખંડ ની સાંકળ થી બાંધવો જોઈએ એને મહાવત એ નાની રસ્સી થી બાંધ્યા છે.
એ હાથી અગર ચાહતે તો એક જ ઝટકા માં રસ્સી તોડી શકે આમ સક્ષમ હતા પણ હાથી ઓ એવું નહતા કરી રહ્યા.
આ જોઈને એ વ્યક્તિ એ બાજુ માં ઉભેલા મહાવત ને પૂછ્યું ” આ હાથી ઓ રસ્સી તોડી ને ભાગવાનો પ્રયાસ કેમ નથી કરી રહ્યા ?”
મહાવત એ જવાબ આપ્યો કે “આ હાથી ઓ ને નાના હોય ત્યાર થી જ આ રસ્સી થી બાંધવામાં આવે છે. એ સમયે હાથી એ રસ્સી ને તોડવાના ઘણા પ્રયાસો કરે છે પણ રસ્સી ટૂટ્ટી નથી કેમકે એ સમયે હાથી ની તાકાત ખુબ ઓછી હોય છે. એટલે ઘણા પ્રયાસો પછી હાથી એવું માની લે છે કે એ રસ્સી તોડવી અશક્ય છે અને મોટા થયા પછી પણ એ રસ્સી તોડવાનો પ્રયાસ નથી કરતા.”

હવે આ વાત સાંભળીને વ્યક્તિ ને નવાઈ લાગી એટલે એણે મહાવત સાથે ચર્ચા કરી અને કહ્યું કે એ હાથી એટલે રસ્સી નથી તોડી શકતા કેમ કે હાથી વિશ્વાસ છે કે હવે રસ્સી નહીં તૂટે.

આપણે મનુષ્ય પણ આવા હાથી જેવા જ છીયે આપણે પણ કોઈ કામ માં નિષ્ફળતા મળતા એવું માની લઇ એ છીએ કે એ કામ કરવું શક્ય નથી.
આપણે આપણા દ્વારા બનાવેલી માનસિક સાંકળો માં જ બન્ધાય ને આપણું જીવન પૂરું કરી દઈએ છીએ પરંતુ આપણે ક્યારેય આપણા પ્રયાસો કરવાની ટેવ છોડવી ના જોઈએ

મનોવૃતિ

એક પિતા પોતાના દિકરાને માનવતાના પાઠ ભણાવી રહ્યા હતા. આ જગતમાં એક માણસ તરીકે આપણું કર્તવ્ય શું છે અને આપણે કેવી રીતે જીવન જીવવું જોઇએ એ બાબતે દિકરાને સમજાવી રહ્યા હતા.

દિકરાએ કહ્યુ, ” પપ્પા, હવે જમાનો બદલાય ગયો છે. આ તમારી નૈતિક મૂલ્યોની વાતો આજના સમયમા બિલકુલ બિનઉપયોગી છે. આખી દુનિયા ભ્રષ્ટાચારી હોય તો તમે એકલા પ્રામાણિક કેવી રીતે રહી શકો. જો દુનિયાની સાથે કદમ ન મીલાવો તો તમે એકલા બીજા બધા લોકો કરતા સાવ જુદા પડી જાવ.આખી દુનિયા બગડેલી હોય એમાં આપણે એક કેવી રીતે સારા રહી શકીએ ?

પિતાએ દિકરાની બધી જ વાત શાંતિથી સાંભળી પછી કહ્યુ, ” બેટા, તારી વાત સાચી છે. બધા ખરાબ માણસોની વચ્ચે આપણે એક સારા ન રહી શકીએ. આપણે પણ આપણી જાતને બદલવી જ પડે. બેટા, મારે તને એક સામાન્ય સવાલ પુછવો છે.” દિકરાએ કહ્યુ, ” જે પુછવુ હોય તે પુછો પપ્પા.” પિતાએ પુછ્યુ, ” બેટા, અમુક લોકોને બાદ કરતા દુનિયાના મોટા ભાગના લોકો આંધળા હોય તો જે થોડા લોકો જોઇ શકે છે એમણે એમની આંખો ફોડી નાંખવી જોઇએ કે કેમ ? ”

દિકરાએ તુરંત જ કહ્યુ, ” પપ્પા, તમે પણ કેવી ગાંડા જેવી વાત કરો છો. બીજા આંધાળા હોય તો એમાં દેખતાએ કંઇ થોડી એમની આંખો ફોડી નાંખવાની હોય ! દેખતા લોકોએ તો પોતે જે જોઇ શકે છે એનો આનંદ લેવાનો હોય અને શક્ય બને તો આંધળાઓને રસ્તો બતાવવાનો પ્રયાસ કરવાનો હોય.”

પિતાએ દિકરાના માથા પર હાથ ફેરવતા કહ્યુ, ” બેટા, દુનિયાના લોકો નાલાયક હોય તો આપણે આપણી સારપ છોડીને નાલાયકી ન સ્વીકારી લેવાય આપણે આપણું નિતિમતાપૂર્વકનું જીવન જીવવાનું ચાલુ જ રખાય.જો શક્ય બને તો માર્ગ ભૂલેલાને મદદ કરાય આપણે એમના પ્રવાહમાં ભળી ન જવાય.”

મિત્રો, આપણી આસપાસના લોકો અને એમની મનોવૃતિઓને જોઇને આપણને પણ એમ જ થાય છે કે હું એકલોકે એકલી શું કરુ ? આખી પૃથ્વી પર કાંટા વેરાયેલા હોય ત્યારે એને ચામડેથી ન મઢી શકાય એ વાત સાચી પણ આપણે આપણા પગમાં જુતા પહેરી લઇએ તો આપણને વાગતા બંધ થઇ જાય એ પાક્કુ.

મીઠો ઘા…

એક વખત રાજા રણજિત સિંહ રાજ્ય માં ફરવા નીકળ્યા હતા એ ફરતા હતા ત્યાં તેમને સામેથી એક પથ્થર આવી ને વાગ્યો રાજા ને સામાન્ય ઇજા થઇ એટલે સિપાહી ઓ પથ્થર કોને માર્યો એ વ્યક્તિ ને પકડવા માટે આજુ બાજુ શોધખોળ કરવા લાગ્યા તો એ/ને એક સ્ત્રી દેખાઈ.
એ સ્ત્રી ને પકડી ને રાજા ની સમક્ષ હાજર કરવાં આવી.

એ સ્ત્રી એ જોયું કે રાજા સામે હાજર કરવામાં આવી એટલે એ ડરી ગઈ અને કેહવા લાગી કે મારે એક બાળક છે. જે કાલ નું ભૂખ્યું છે એને કઈ જમવાનું મળ્યું નથી એટલે હું વૃક્ષ પર પથ્થર મારી ને ફળ તોડી રહી હતી, જેથી કરી ને મારુ બાળક ખાઈ શકે પણ એમાંથી એક પથ્થર તમને ભૂલ થી વાગી ગયો .
એ સ્ત્રી એ આગળ કહ્યું કે મને ક્ષમા કરો. મેં જાણી જોઈને તમને પથ્થર નથી માર્યો.  એટલે મારી ભૂલ ને માફ કરો.

આ સાંભળ્યા પછી રાજા એ થોડી વાર વિચાર્યું અને પછી એ સ્ત્રી ને થોડા પૈસા અને ખાવાનું આપી ને રજા આપી.
આ જોઈને ને બીજા બધા લોકો આશ્ચ્ર્યચકિત થઇ ગયા અને પૂછવા લાગ્યા કે તમે એ સ્ત્રી ને કોઈ સજા વગર કમ જવા દીધી ????!!!

રાજા એ એ બધા ને ઉત્તર આપ્યો કે જો એ સ્ત્રી એક વૃક્ષ ને પથ્થર મારે અને વૃક્ષ એ પથ્થર ના બદલા માં મીઠા ફળ આપતું હોઈ તો,  હું તો એક માણસ છું તો હું બીજા માણસ ની મદદ ના કરી શકું ???

આપણે પણ જો આ રીતે વિચારી ને જીવન માં આગળ વધી એ અને બધા ને મદદ કરી એ તો દુનિયા માં કોઈ દુઃખી રહે જ નહીં …
શું કેહવું છે તમારું આના વિષે મિત્રો ?

-ભૌતિક સ્પર્શક (21/09/2016)

http://www.feelthesparsh.com

http://www.bhautikhunt.com

બેસ્વાદ કેક..

એક દીકરી એની માં પાસે પોતાની તકલીફો કહી રહી હતી.

એ પરીક્ષા માં નાપાસ થઇ ગઈ છે ,તેની બહેનપણી જોડે ઝગડો થઇ ગયો છે.મારું મનપસંદ ડ્રેસ ને હું અસ્ત્રી કરતી હતી તો એ પણ બળી ગયું.

રડતા રડતા દીકરી એ કહ્યું ..મમ્મી જો ને આ બધું મારી સાથે કેમ થઇ રહ્યું છે ? મારી સાથે બધું ઉંધુ જ થાય છે માં એ હસતા હસતા જવાબ આપ્યો ..

“બેટા , આમ નિરાશ ના થઈશ અને રડવાનું બંધ કરી મારી સાથે ચાલ રસોઈ માં,આજે હું તારી મનપસંદ કેક બનાવીને તને ખવડાવું છું.”દીકરી એ રડવાનું બંધ કરી અને હસતા મોઢે કહ્યું .”કેક તો મારી ફેવરીટ છે.” “કેટલી વાર લાગશે કેક બનતા ?”, દીકરીએ હસી ને કહ્યું
માં એ સૌથી પહેલા મેંદા નો ડબ્બો ઉઠાવ્યો અને બહુ પ્રેમ થી બોલી કે લે પહેલા મેંદો ખાઈ લે ,દીકરીએ મોઢું બગાડતા કહ્યું કે મેંદો પણ ભલા કોઈ ખાય છે ?
માં એ ફરી થી હસતા મોઢે કહ્યું , “તો પછી થોડીક ખાંડ જ ખાઈ લે” .
એસેન્સ અને મિલ્કમેડ નો ડબ્બો બતાવ્યો અને કહ્યું , “થોડોક આનો પણ સ્વાદ ચાખી લે બેટા.” “મમ્મી આજ તમને શું થઇ ગયું છે.” જે તમે મને આવી વસ્તુઓ ખાવાનું કહી રહ્યા છો ?
મમ્મી એ ખુબ જ પ્રેમ અને શાંતિ થી જવાબ આપ્યો “બેટા,કેક આ બધી બે-સ્વાદ ચીજ-વસ્તુઓ થી જ તો બને છે,અને આ બધી વસ્તુઓ ભેગી કરીએ તો જ તો એક સ્વાદિષ્ટ કેક આપણે બનાવી શકીએ.”
“જીંદગી નો કેક,પણ આવી જ બધી બેસ્વાદ ઘટનાઓ ના મિશ્રણ થી જ બને છે,નાપાસ થઇ ગઈ છે તો શું થયું એને પડકાર સમજી અને સખત મહેનત કરીને પાસ થઇ જા, બહેનપણી થી ઝગડો થઇ ગયો છે તો પોતાનો વ્યવહાર એટલો મધુર અને મીઠો રાખ કે ફરી ક્યારેય આવું ના થાય અને જો માનસિક તણાવ ને કારણે તારો ડ્રેસ બળી ગયો છે તો આગળ થી ધ્યાન રાખજે.”
મન અને આત્મા ની સ્થિતિ બધી જ પરિસ્થિતિ ઓ માં સારી રહેવી જોઈએ.બગડેલા મન થી તો કામ પણ બગડશે.! મન ને દરેક પરિસ્થિતિ માં સાચવવા થી જ કોઈ સારો અને હિતકારી નિર્ણય લઇ શકાય છે

મને ટી.વી. બનાવી દો…

એક દિવસ એક પ્રાથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થિઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો. નિબંધનો વિષય છે-

” જો ભગવાન તમને કાંઇ માગવાનું કહે તો તમે તેની પાસેથી શું માગશો????”.

બાળકોએ તો ઉત્સાહમાં આવિને નિબંધ લખી આપ્યો. ત્યાર બાદ શિક્ષિકા તે નિબંધો ઘરે તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યાં હતાં. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યાં હતાં.

તેમણે પૂછ્યું,” કેમ શું થયું??? કેમ રડો છો???”
શિક્ષિકાએ કહ્યું હું મારા વિદ્યાર્થિઓનાં નિબંધો તપાસું છું”.
તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ”.
તેમના પતિએ તે નિબંધ વાંચ્યો. તેમાં બાળકે લખ્યું હતું-

“હે ભગવાન જો તારે મને કાંઇ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન(ટી.વી.) બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વી. ની જેમ ઘરમાં રહેવા માંગું છું. જેના માટે ઘરમાં ખાસ જગ્યા હોય છે. મારી આસપાસ મારા કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચેજ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબના તમામ સભ્યોનું હું મારા તરફ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ ખલેલ પાડ્યા વગર મને ધ્યાંથી જુએ અને એકચિત્તે મને સાંભળે અને કોઇ સવાલો પણ ન પૂછે અને કોઇ કામ ન ચિંધે. જ્યારે ટી.વી. બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ તે મને સાચવે. તે લોકો મન મારીને મારાથી દૂર થાય. જ્યારે પપ્પા અને મમ્મી કામ પરથી ઘરે આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી.વી. બની ગયો હોવાથી મને તેમની કંપની મળે રહે (આમ તો તે લોકો આવે અને હું કાંઇ પણ તોફાન મસ્તી કરુ કે કોઇ વસ્તુ માંગું ત્યારે મારા પર નારાજ થાય અથવા મને મારે). અને હું મારી મમ્મી જ્યારે દુ:ખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને…….. અને ….. મારી સાથે રહેવા માટે મારા ભાઈ બહનો ઝગડા કરે. હું તેવા પ્રકારનાં મહત્વને અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે. અને છેલ્લે મને ટી.વી. બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, શાંતી અને આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.”

હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ આટલું જ ઇચ્છું છું કે મને ટી.વી. બનાવી દો.

શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં તેમના પતિ બોલ્યા,” હે ભગવાન!!!!!!!! બિચારું બાળક!!!!! કેવા ભયાનક, નિર્દયી અને બેદરકાર માતા-પિતા છે!!!!!!!!!!!!!!!!!!!!!!!”

શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા આવાજે બોલ્યાં, ” આ નિબંધ આપણા જ દીકરાએ લખ્યો છે.”

http://www.Feelthesparsh.com

http://www.bhautikhunt.com

Meaning of life

1982 નું એ વર્ષ હતું મેલબોર્ન ની એક હોસ્પિટલ માં એક બાળક નો જન્મ થયો આ બાળક સાથે જન્મતા ની સાથે જ કઈ એવું વિચિત્ર થયું કે જે કોઈએ વિચાર્યું ના હોય  સામાન્ય રીતે બાળક નો જન્મ થાય એટલે કુટુંબ ના બધા લોકો ખુશ હોય નવા નવા બનેલા માતા પિતા ને તો જાણે ખુશી સમાતી ના હોય એમાં પણ માં ને તો જાણે દુનિયા નું બધા થી મોટું સુખ કે ભગવાન ની  ભેટ કહો કે વરદાન મળ્યું હોય આટલી ખુશી

પણ આ બાળક ને જોતા ની સાથે જ માતા ને ધ્રસકો પડ્યો માતા તો બાળક ને પેહલી નજરે જોઈ પણ ના શકી બાળક ને અડકવા ની અને સ્વીકારવાની પણ ના પાડી  દીધી અને નક્કી કરી લીધું કે એને આ બાળક નહીં જોઈતું

કેમ? કેમકે એ બાળક સામાન્ય બાળક જેવું નહતું આ બાળક ના પગ એક દમ નાના હતા એટલે કે આંગળી જેટલા નાના પગ એ બાળક ને હાથ પણ નહતા એ બાળક ને ફોકોમેલીયા નામ નો રોગ હતો

વિચારો કે જો આપણે ચાલવા કે દોડવા માટે પગ ના હોય , સામાન્ય જરૂરિયાત પુરી કરવા માટે હાથ ના હોય ના તો તમે લખી શકો કે ના તો તમે રમત રમી શકો નહતો તમે તમારા વ્હલા પ્રિયા સ્વજનો સાથે હાથ મેળવી શકો કે ગળે મળી શકો

વિચારી પણ ના શકાય એટલી દયનીય અવસ્થા

main-qimg-ff5d7fbdfa9c1bddf69edc24c5510b0b-c

પણ આ બાળક ને સ્વીકરવા માટે એની માતા ને સમજાવી અને અંતે માતા પિતા એ નક્કી કર્યું કે કદાચ ભગવાન આપણી કસોટી લેવા માંગતા હશે અને આપણે આ પરીક્ષા આપવી જ પડશે અને માતા પિતા એ બાળક ને સારું જીવન આપવાનું નક્કી કર્યું

એ બાળક નું નામ રાખવામાં આવ્યું નિકોલસ

નિકોલસ ના પગ નાના હતા અને એમાં આંગળીઓ પણ નહતી એક અંગુઠો હતો જે પગ સાથે જ જોડાયેલો હતો એટલે એ પણ કઈ કામ નો નહતો એટલે એના પગ ના અંગુઠા પર ઓપરેશન કરી અંગુઠા ને પગ થી અલગ કરી આંગળી જેવી રચના કરી

આ પગ ની   આંગળી વડે નિકોલસ મોબાઈલ વાપરી શકતો બુક ના પગે ફેરવી શકતો

શાળા માં બાળકો એને ખુબ ખીજવતા અને એ 17 વર્ષ ની ઉંમરે આ બધી મુશ્કેલી ઓ થી  ખુબ જ નિરાશ થઇ ગયો  ત્યારે એની માતા એ એને એક ન્યુઝ પેપર માં એક લેખ વંચાવ્યો જેમાં ખોડ ખાંપણ ધરાવતા લોકો કઈ રીતે પોતાના જીવન માં મુશ્કેલી ઓ થી લડે છે એ વાંચી ને ફરીથી પોતે પણ આ રીતે જ જીવન જીવવાનું વિચારી લીધું

પછી આગળ જતા નિકોલસ એ બી કોમ ની ડિગ્રી મેળવી એ પણ ડ્યુઅલ કોર્ષ માં એકાઉન્ટ અને ફાઇનાન્સ માં સાથે સાથે ચર્ચ માં આવતા લોકો ને આધ્યાત્મિકતા વિષે વાતો કરતો

19 વર્ષ ની ઉંમરે લોકો ને પ્રેરણાદાયક સ્પીચ આપવાનું ચાલુ કર્યું અને 2005 માં એક નોન પ્રોફિટ સંસ્થા ની  સ્થાપના કરી જેને નામ આપ્યું લાઈફ વિથ આઉટ લિમબ્સ

ધ બટરફ્લાય સર્કસ નામ ની શોર્ટ ફિલ્મ માં કામ કરવા બદલ nikolas ને બેસ્ટ એક્ટર નો એવોર્ડ મળ્યો

1990 માં એની હિમ્મત જોઈને ઑસ્ટ્રેલિયન યંગ સિટીઝન ના એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવ્યો

પોતે 60 થી વધુ દેશો માં ફરી ને કરોડો લોકો ના જીવન બદલવામાં મહત્વનો ફાળો આપ્યો છે

આજે નિકોલસ દ્વારા ચાલુ કરાયે લી એનજીઓ ની કિંમત છે 3.5 કરોડ.

નિકોલસ એ લગ્ન પણ કર્યા અને એમને 2 બાળક પણ છે

Nick_Vujicic1.png

 

આપણે જીવન માં આવતી મુશ્કેલી ઓ ને સ્વીકારવી જોઈએ અને ડ્રાય વગર તેમનો સામનો પણ કરવો જોઈએ આ આફતો જ આપણા જીવન ને રસપ્રદ અને મીનિંગફુલ બનાવે છે.

-ભૌતિક સ્પર્શક

11/08/2016

 

મન ની મીઠાસ અને શીતળતા

ગરમીના દિવસોમાં એક શિષ્ય પોતાના  ગુરૂ પાસેથી અઠવાડિયાની રજા લઈને પોતાના ગામ જઈ રહ્યો હતા. ત્યારે ગામ પગે ચાલીને જવું પડતું હતું. જતાં- જતાં તેને એક કુવો દેખાયો. શિષ્યને તરસ લાગી હતી. આથી તેણે કૂવામાંથી પાણી કાઢયુ અને પોતાના કંઠને તૃપ્ત કર્યો. શિષ્યને સારું લાગ્યું કારણકે કૂવાનું પાની મીઠુ અને ઠંડુ હતું. 
 
શિષ્યે વિચાર્યું કે આ જળ ગુરૂજી માટે પણ લઈ જઉં.  તેણે પોતાનો પોટ ભર્યો અને ફરી આશ્રમના રસ્તે નીકળી ગયો. તે આશ્રમ પહોંચ્યો અને ગુરૂજીને બધી વાત કહી. ગુરૂજીએ પોટ લીધો અને જળ પીધું અને સંતુષ્ટ થયાં. 
 
તેણે શિષ્યને કહ્યું – ખરેખર જળ તો ગંગાજળ જેવું છે .શિષ્યને ખુશી થઈ. ગુરૂજી દ્વારા કરવામાં આવેલ પ્રશંસા સાંભળી શિષ્ય રજા લઈને પોતાના ગામ ગયો.
 
થોડીવાર પછી આશ્રમમાં રહેતો એક બીજા શિષ્ય ગુરૂજી પાસે પહોંચ્યો અને તેને પણ તે જળ પીવાની ઈચ્છા થઈ ગુરૂજીએ પોટ શિષ્યને આપ્યું. શિષ્યે પાણી પીતા જ મોઢામાંથી કાઢી નાખ્યુ. 
 
શિષ્યે કહ્યું ગુરૂજી આ પાણી તો ખારું છે અને ઠંડુ પણ નથી છતા તમે આમ જ શિષ્યની પ્રશંસા કરી ? 
 
ગુરૂજીએ કહ્યું – બેટા મીઠાસ અને શીતળતા આ પાણીમાં નથી તો શું થયુ ? આને લાવનારાના મનમાં તો હતી. જ્યારે તે શિષ્યે પાણી પીધું હશે ત્યારે એના મનમાં મારા પ્રત્યે પ્રેમ ઉમડયો. એ વાત મહત્વપૂર્ણ છે. મને પણ આ પોટનું જળ તારી જ જેમ સારું ન લાગ્યું પણ હું આવુ કહીને તેને દુ:ખી કરવા નથી માંગતો. તેના અહી આવતા સુધી જળ એવું ના રહ્યું .પણ આથી લાવવાવાળાના મનનો પ્રેમ તો ઓછો નથી થઈ જતો ને. 
 
વાર્તાની શીખ – બીજાના મનને દુ:ખી કરતી વાતોને ટાળી શકાય છે અને દરેક વાતમાં સારું જોઈ શકાય છે.