અધોપતન

એક વખત એક જિજ્ઞાસુ એ એક જ્ઞાની વ્યક્તિ ને પૂછ્યું કે “આ દુનિયા માં રહેલા બધા માણસો એકસરખા દેખાઈ છે. એક સરખા હાડ માંસ ના બનેલા છે  પણ એમાંથી કેટલાય અધોપતન ના ખાડા માં કેમ જતા રહે છે?

એ જ્ઞાની એ આ વાત નો જવાબ આપવા એ વ્યક્તિ ને બીજા દિવસે નજીક ના તળાવ પાસે બોલાવ્યો. બીજા દિવસે એ વ્યક્તિ સમયસર તળાવ પાસે પહોંચી ગયો અને ત્યાં પેલા જ્ઞાની પરુષ હાજર જ હતા. એ જ્ઞાની પુરુષ ના હાથ માં બે ઘડા હતા. એ ઘડા માંથી એક એકદમ સારું હતું અને બીજા માં થોડું કાણું હતું.

એ બન્ને ઘડા જ્ઞાની વ્યક્તિ એ બીજા વ્યક્તિ ને બતાવ્યા.
હવે જ્ઞાની વ્યક્તિ એ એ ઘડા માંથી એક ઘડો જે સારો હતો. એ તળાવ માં ફેંકી દીધો એ ઘડો તળાવ માં તરવા લાગ્યો. પછી એ જ્ઞાની વ્યક્તિ એ બીજો ઘડો જેના તળિયે કાણું હતું. એ તળાવ માં ફેંક્યો કાણા વાળા ઘડા માં પાણી ભરવા લાગ્યું અને ધીમે ધીમે એ ઘડો ડૂબી ગયો.

જ્ઞાની એ વ્યક્તિ ને પૂછ્યું કે આ બન્ને ઘડા એક જ પદાર્થ ના બન્યા હોવા છતા બન્ને ની હાલત પાણી માં ગયા પછી કેમ અલગ અલગ થઇ ?
પેલા વ્યક્તિ એ જવાબ આપ્યો એક ઘડા માં કાણું હતું જયારે બીજો તળિયે થી મજબૂત હતો એટલે એ ના ડૂબ્યો.

હવે એ જ્ઞાની વ્યક્તિએ સમજાવ્યું કે આવી જ રીતે માણસ માં કાણા સ્વરૂપ કેટલાય દોષ હોય છે જેમ કે લાલચ, લોભ, દ્વેષ, અસત્ય, ઈર્ષ્યા, ગુસ્સો આ બધા દુર્ગુણો માણસ ને અધોપતન ના ખાડા માં ફેંકી દે છે.

આ દિવાળી પર આપણે આપણા માં રહેલા આ અંધકાર રૂપી બધા દુર્ગુણો નો ત્યાગ કરી અને અંજવાળા રૂપી સારા સકારાત્મક ગુણો વિકસાવી ને આપણું અને સમાજ બન્ને નું કલ્યાણ થાય એ માટે કર્યો કરીયે અને તો જ આપણું જીવન અને સમાજ બન્ને ને ઉજળો બનાવી શકાશે.

#happydiwali2016

-ભૌતિક સ્પર્શક

21/10/2016

http://www.bhautikhunt.com

http://www.feelthesparsh.com