અમીરી જ્ઞાન,આત્મ-વિશ્વાસ અને જુસ્સા ની

આજે એક એવી વાર્તા લખવા જઈ રહ્યો છે જે વાંચ્યા પછી  કદાચ ઘણા લોકો ના જીવન માં એ પ્રેરણા નો સ્ત્રોત બની જશે

વાત છે બિહાર રાજ્ય માં પટના શહેર માં રહેતા એક સામાન્ય ક્લાર્ક ની જે ભારતીય ડાક સેવા માં નોકરી કરતા હતા. એમને ત્યાં 1972 માં  એક બાળક નો જન્મ થયો. બાળક મોટો થતો ગયો તેમ તેમ લાગ્યું કે ભણવામાં તેજસ્વી છે પણ બાળક ને પ્રાઇવેટ શાળા માં ભણવાના પૈસા ના હોવાથી હિન્દી માધ્યમ ની સરકારી શાળા માં એડમિશન કરાવી આપ્યું. સરકારી શાળા માં આજે 2016 માં  પણ શિક્ષકો ની ઉણપ હોય છે તો આજ થી 30 વર્ષ પેહલા ની કલ્પના કરીયે અને એ પણ બિહાર માં તો મારે કેહવાની જરૂર નથી કે ત્યાં શું હાલત હશે શાળા ની !! આવી પરિસ્થિતિ માં પણ એ બાળક એ ગણિત વિષય માં ઊંડાણ થી રસ લેવાનું શરુ કર્યું.

 હવે એ બાળક પોતાની શિક્ષણ પૂરું કરી ને કોલેજ માં આવ્યો કોલેજ માં અભ્યાસ દરમિયાન નંબર થિયરી પર અમુક પેપર તૈયાર કરેલા જે મેથેમેટિકલ સ્પેક્ટ્રમ અને મેથેમેટિકલ ગેઝેટ નામ ની જર્નલ માં પબ્લિશ થયેલા

કોલેજ ના અભ્યાસ દરમ્યાન યુનિવર્સીટી ઓફ કેમ્બ્રિજ (દુનિયા ની ટોપ યુનિવર્સીટી માં ની એક ) માં ભણવા જવા માટે એડમિશન થયું હોવા છતાં ખરાબ  આર્થિક પરિસ્થિતિ ના કારણે અને પિતા નું મૃત્યુ થતા જઈ ના શક્યો

પિતા નું મૃત્યુ થતા હવે માં અને નાનો ભાઈ અને ઘર ના કારભાર ની જવાબદારી એમના પર આવી ગઈ. એટલે હવે સાંજે  માતા ના પાપડ ના બિઝનેસ માં મદદ કરવા ની ઘરે ઘર જઈને પાપડ વેચવાના અને  દિવસે ગમતા વિષય ગણિત પર અભ્યાસ કરવાનો અને ગણિત વિષય ના  વિદેશી જર્નલ વાંચવા માટે  શનિવાર રવિવાર દરમ્યાન પટના થી કલાક ની યાત્રા કરી ને વારાણસી જવાનું 

ઘર માં મદદ કરવા માટે અલગ થી છોકરા ઓ ને ગણિત ભણાવવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે યોગ્ય રોજગાર મેળવવા માટે કઈ કરવું પડે એમ હતું એટલે ધીમે ધીમે એક નાની સંસ્થા ચાલુ કરી જેને નામ આપ્યું રામાનુજ સ્કૂલ ઓફ મેથેમેટિક્સ. 2 વિધાર્થી થી શરુ કરેલી આ સંસ્થા માં હવે 500 જેટલા વિધાર્થી ઓ શિક્ષણ લેવા લાગેલા.

વર્ષ 2000 ની આસપાસ અમુક ગરીબ વિદ્યાર્થી ઓ મદદ માટે એની પાસે આવવા લાગ્યા ગરીબ વિદ્યાર્થી ઓ એ વિનંતી કરી કે એમને આઈ આઈ ટી ની જે ઈ ઈ ની પરીક્ષા માટે તૈયારી કરાવે. પણ સમસ્યા એ હતી કે એ વિદ્યાર્થી ઓ પાસે ફીસ માટે ના પૈસા નહતા. એ સમયે એ  યુવાન એ એક એવો નિર્ણય લીધો કે જે નિર્ણયે કેટલાય વિદ્યાર્થી ઓ ની જિંદગી બદલી નાખી

આ યુવાન બીજું કોઈ નહીં પણ આનંદ કુમાર.

કેમ્બ્રિજ જવાનું સપનું અધૂરું રહી ગયું એનું પારાવાર દુઃખ હતું અને એને લાગ્યું કે પોતાના જેવા વિદ્યાર્થી ઓ સાથે પણ એવું ના થાય એના માટે આનંદ કુમાર  એ ગરીબ વિધાર્થી ઓ ને વગર કોઈ ફીસ એ કોચિંગ આપવાનું નક્કી કર્યું. ના કોઈ ફંડિંગ ના કોઈ સહાય આનંદ કુમાર એ હર વર્ષે 30 છોકરા ઓ ને તૈયારી કરાવવાનું નક્કી કર્યું અને એને નામ આપ્યું સુપર 30

માતા એ 30 છોકરા ઓ માટે જમવાનું બનાવે નાનો ભાઈ બાકી નું મેનેજમેન્ટ કરે અને પોતે છોકરા ઓ ને કોચિંગ આપે. રામાનુજ સ્કૂલ માંથી આવતી આવક ને આ  30 છોકરા પાછળ વાપરે.

પેહલા વર્ષે જ પહેલા બેચ માં એડમિશન લેવા વાળા 30 વીધ્યાર્થી માંથી 18 વિદ્યાર્થી ઓ એ આઈ આઈ ટી માં એડમિશન મેળવ્યું.

24anup-raaj4

બીજા વર્ષે 22 વિદ્યાર્થી ઓ એ એડમિશન મેળવ્યું આવી  અદભુત સફળતા જોઈને ત્યાંના માફિયા દ્વારા  આનંદ કુમાર પર જીવલેણ હુમલો કરાવવા માં આવ્યો જેમાં એમનો એક સહાયક ગંભીર રીતે ઘાયલ થયો. આવો  બનાવ બન્યા પછી તો આનંદ કુમાર નો જુસ્સો બમણો થઇ ગયો એમને સરકાર તરફ થી સુરક્ષા અપાઈ અને ત્રીજા વર્ષે 30 માંથી 26 છોકરા ઓ એ આઈ આઈ ટી માં એડમિશન મેળવ્યું.

ચોથા વર્ષે 30 માંથી 28 વિદ્યાર્થી ઓ એ એડમિશન મેળવ્યું આ વખતે બિહાર ના મુખ્યમંત્રી એ પ્રત્યેક વિદ્યાર્થી ને 50000 નું ઇનામ આપ્યું.

2008,2009,2010 3 વર્ષ સુધી સતત 30 માંથી 30 વિદ્યાર્થી ઓ  એ આઈ આઈ ટી મa એડમિશન મેળવ્યું.

અત્યાર સુધી માં કુલ 420 માંથી 360 વિદ્યાર્થી ઓ એ એડમિશન મેળવ્યું કોઈ પણ કોચિંગ ની ફીસ આપ્યા વગર.

BANKIPUR SCHOOL ME ME SUPER 30 KA ENTRANCE EXAM DEKER NIKALTE STUDENTS1

આનંદ કુમાર ને કેટલીય ખાનગી અને સરકારી સંસ્થા ઓ તરફ થી સહાય આપવાઈ ઓફર આવી પણ આનંદ કુમાર વગર કોઈ સહાયે એ આ કાર્ય પૂરું કરવાનું વિચારી લીધેલું એટલે કોઈ પણ સહાય નો વિનમ્રતા થી અસ્વીકાર કર્યો.

2009 માં ડિસ્કવરી ચેનલ એ સુપર 30 પર 1 કલાક નો શૉ પ્રસારિત કર્યો અને ન્યુ યોર્ક ટાઈમ્સ માં અડધા પણ નો લેખ છપાયો બીબીસી ચેનલ એ પણ એમના પર શો બનાવ્યો

મિસ જાપાન એ પટના આવી ને આનંદકુમાર  પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી

આઈ આઈ એમ અમદાવાદ , અલગ અલગ આઈ આઈ ટી , યુનિવર્સીટી ઓફ બ્રિટિશ કોલંબિયા , ટોક્યો યુનિવર્સીટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ,માં પોતાના અનુભવો વિષે વિદ્યાર્થી ઓ ને લેકચર આપવા આમન્ત્રિત કરાયા

ટાઈમ મેગેઝીને સુપર 30 ને  બેસ્ટ ઓફ  એશિયા 2010 માં સ્થાન આપ્યું

ગરીબ બાળકો ને મદદ કરવા માટે  આનંદ કુમાર ને લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું

બરાક  ઓબામા દ્વારા પણ આનંદ કુમાર ને રેકોગ્નાઈઝ કર્યા

આનંદ કુમાર ને કેટલીય  ખાનગી અને સરકારી સંસ્થા ઓ દ્વારા ડઝનો અવાર્ડ મળ્યા

અમિતાભ બચ્ચન ને આરક્ષણ મુવી  ના રોલ  માટે  આનંદ કુમારે એ તૈયાર કરેલા

હવે આનંદ કુમાર પર બોલિવૂડ માં મુવી બની  રહી  છે

અનેક સફળતા, કેટલો સંઘર્ષ કોઈ સ્ત્રોત નહીં ફક્ત મન માં જુસ્સો આત્મ વિશ્વાસ અને જ્ઞાન નો ભંડાર

જે પોતે ના કરી શક્ય એ ના થી બીજા પણ વંચિત ના રહી જાય એટલી જ તમન્ના…

આનંદ કુમાર ની એક સ્પીચ  એક વખત જરૂર જોવા જેવી.

 

ભૌતિક સ્પર્શક 

28/07/2016