આઈસ ક્રીમ

એક વખત નાનો બાળક એક કોફી  સેન્ટર એ જઈને ટેબલે પર બેઠો.

એક વેઇટ્રેસ આવી અને ટેબલે પર પાણી નો ગ્લાસ મુક્યો. વેઇટ્રેસ બાળક ને જોઈને થોડી ચીડાયેલી લાગી.

એ બાળક એ પૂછ્યું ” એક સન્ડે આઈસ ક્રીમ નો ભાવ શું છે ? “

વેઇટ્રેસ એ જવાબ આપ્યો ” 30 રૂપિયા “.

એ નાના બાળક એ ખિસ્સા માં હાથ નાખી ને થોડા સિક્કા અને નોટ કાઢી ને પૈસા ગણ્યા પછી  થોડો વિચાર કર્યો.

પછી ફરીથી વેઇટ્રેસ ને  પૂછ્યું ” સાદા પ્લેન આઈસ ક્રીમ નો શું ભાવ છે?”

વેઇટ્રેસ એ વધારે  ચિડાય ને  જવાબ આપ્યો ” 25 રૂપિયા “.

એ નાના બાળક એ ફરીથી પોતાની પાસે રહેલા રૂપિયા ગણ્યા અને પછી સાદા પ્લેન આઈસ ક્રીમ નો ઓર્ડર આપ્યો.

વેઇટ્રેસ આઈસ ક્રીમ લઈને આવી અને ટેબલે પર બિલ મૂક્યું અને જતી રહી.

બાળક એ આઈસ ક્રીમ ખાધું અને કેશિયર ને બિલ ચૂકવી ને જતો રહ્યો.

પછી જ્યારે વેઇટ્રેસ ટેબલે ક્લીન કરવા આવી ત્યારે એને જોયું કે બાળક ટેબલ પર વેઇટ્રેસ માટે કઈ છોડી ને ગયો હતો. એ હતા 5 રૂપિયા વેઇટ્રેસ માટે ટીપ – બક્ષીશ…

કદાચ એ દિવસે એ વેઇટ્રેસ એ નાના બાળક પાસે થી જરૂર કઈ શીખી હશે..