આત્મ સમ્માન માટે લડત ખુદ થી

વારાણસી માં એક રીક્ષા ચલાવનાર એના પરિવાર સાથે રહેતો હતો. એનું નામ નારાયણ. પરિવાર માં પત્ની એક છોકરો અને 3 છોકરી ઓ.

વારાણસી ના એક પ્રિન્ટિંગ ની ફેક્ટરી અને જનરેટરો ધરાવતા ખુબ જ ઘોંઘાટ અને પ્રદુષણ યુક્ત વિસ્તાર માં 12*8 ફૂટ ની રૂમ માં આ 6 વ્યક્તિ ભાડે થી રહે . પિતા નારાયણ આ બધા નું ભારણ પોષણ રીક્ષા ચલાવી ને કરે.

એ સમયે અને આજે પણ ઘણા ભારત ના રાજ્ય માં સાયકલ રીક્ષા છે એ રીક્ષા ચલાવી ને ગુજરાન ચાલવતા નારાયણ.ઓછી આવક અને પહેલેથી જ ગરીબ પરિસ્થિતિ હોવાથી સમાજ માં પણ સામાજિક દરજ્જો પણ ઘર ની કથળેલી પરિસ્થિતિ જેવો જ.

બાળકો ને પૂરતું અને સારું ખાનગી શાળા માં શિક્ષણ મળે એમ નહતું એટલે સરકારી શાળા માં છોકરો અભ્યાસ કરતો.દિવસ માં 12-14 કલાક પાવર ના હોવા છતાં પણ છોકરો અભ્યાસ માં ધ્યાન આપવા માટે મહેનત કરે.

એક વખત એ એના એક મિત્ર ના ઘરે રમવા ગયો. મિત્ર નું ઘર અને આર્થિક પરિસ્થિતિ સારી હતી. ત્યાં મિત્ર ના પિતા એ જોયું કે આવો છોકરો મારા છોકરા સાથે રમે છે. એટલે એમને થોડો ગુસ્સો આવ્યો અને ગુસ્સા માં એમને નારાયણ ના છોકરા ને પોતાના ઘરે આવવા ની ના પાડી અને કહ્યું કે તું એક રીક્ષા ચાલાક નો છોકરો છે અને તું પણ મોટો થઇ ને રીક્ષા ચાલાક જ બનીશ એના થી  વધુ તારી કોઈ હેસિયત નથી તું ગમે તેટલું ભણે પણ આખરે તારે ચલાવવાની તો રીક્ષા જ છેને …

આ સમયે એ છોકરા ની ઉમર હતી 11 વર્ષ.

આ શબ્દો સાંભળીને એ બાળક ના મન માં વિચાર આવ્યો કે આવા શબ્દો મારે નથી સાંભળવા. હું શું કરું તો મને અને મારા કુટુંબ ને સમ્માન આપે. એને એક દિવસ કોઈએ કીધું કે તારે જો સમ્માન જોઈતું હોય તો કા તો તું તારા પિતા નો ધંધો બદલ કે પછી તું કૈક કરી બતાવ.

પિતા ની કમાણી પર ઘર ચાલે છે તો એ તો બદલાઈ આમ નથી એટલે પોતાને જ કઈ કરવું પડશે અને એ દિવસે એને નક્કી કર્યું કે હું યુ પી એસ સી ની પરીક્ષા આપીશ અને સારી પોસ્ટ પર જોઈન કરી નોકરી કરીશ.

એ બાળક હતો ગોવિંદ જયસ્વાલ.

ગોવિંદ એ ઘર માં મદદ કરવા 8 માં ધોરણ માં જ નાના બાળકો ને ટ્યુશન કરાવવાનું ચાલુ કરી દીધેલું. પોતે ભણવામાં હોશિયાર હતા પણ આવક ના હોવાથી પિતા એ જેમ તેમ કરી ને ગણિત નું ટ્યુશન રાખવી આપેલું. 

ધોરણ 12 ની પરીક્ષા માં ખુબ સારા માર્ક થી પાસ થયા હોવા છતાં ઈજનેર માટે અભ્યાસ ના કરી શક્યાં કેમ કે એમની પાસે ઈજનેર ના એડમિશન માટે ભરવા માં આવતા ફોર્મ ના 500 રૂપિયા નહતા.

એટલે એમને બી.એચ.યુ માં ગ્રેજ્યુએશન કરવાનું નક્કી કર્યું જેમાં ફીસ હતી 10 રૂપિયા.

હવે ગ્રેજ્યુએશન પત્યા પછી સમય હતો સપનું પૂરું કરવાનો યુ.પી.એસ.સી ની પરીક્ષા ની તૈયારી કરવાનો.

એના માટે એ વિસ્તાર માં રહી ને તૈયારી થાય આમ નહતું એટલે ગોવિંદ એ દિલ્હી જવાનું નક્કી કર્યું.

પિતા પાસે એક જમીન નો ટુકડો હતો જેમાંથી ભાગ વેચી ને એમની છોકરી ઓ ના લગ્ન કર્યા અને વધેલા એક ભાગ ને વેચી ને આવેલા 30 હજાર રૂપિયા ગોવિંદ ને આપ્યા.

ગોવિંદ એ દિલ્હી જઈને તૈયારી શરુ કરી પિતા 2500 રૂપિયા હર મહિને મોકલે. પિતા ની ઉમર વધતી ગઈ અને રીક્ષા જાતે ચલાવવી પડે એટલે કામ કરવાની ક્ષમતા ઘટી ગઈ. માતા નું પણ મૃત્યુ થયું. પિતા ની તબિયત પણ વધુ બગડી ગઈ.

આમ છતાં ગોવિંદ એ રોજ ની 14-16 કલાક ની મહેનત ચાલુ રાખી

ગણિત એનો મનગમતો વિષય હોવા છતાં હિસ્ટરી અને ફિલોસોફી વિષય ને યુ પી એસ સી ની પરીક્ષા માટે મુખ્ય વિષય તરીકે પસંદ કર્યા. યુ પી એસ સી ની પરીક્ષા આપી. પરિણામ આવ્યું.

આખા ભારત દેશ માં કેટલાય વિદ્યાર્થી ઓ વચ્ચે ગોવિંદ એ ઓલ ઇન્ડિયા માં 48 મુ સ્થાન પ્રાપ્ત કર્યું અને એ પણ પહેલી કોશિશ માં જ.

કેટલાય લોકો 4-5 વખત કોશિશ કરવા છતાં જે પરીક્ષા માં સફળ નથી થતા એ ગોવિંદ એ પહેલી જ વખત માં જ કરી બતાવી

પુરા ભારત માં આ પરીક્ષા માં પાસ થતા વિધાર્થી ઓ ની સંખ્યા છે 0.025 ટકા એટલે કે 10000 વિદ્યાર્થી પરીક્ષા આપે તો 2.5 છોકરા ઓ આ પરીક્ષા માં સફળ થાય.

Govind-Jaiswal-Family-Celebrates-its-Success-IAS-Topper

એ દિવસે જયસ્વાલ પરિવાર ના ભાગ્ય નો ઉદય થયો.

જેવું પરિણામ આવ્યું ગોવિંદ એક હીરો બની ગયા. કેટલાય લોકો એ અમને પોતાની છોકરી સાથે લગન માટે ફોન કર્યો અને એક વ્યક્તિ એ તો 4 કરોડ રૂપિયા દહેજ માં આપવાની પણ ઓફર આપી પણ ગોવિંદ નું લક્ષ્ય સાફ હતું એને હવે સર્વિસ કરવી હતી અને પિતા ના પગ નું ઓપરેશન કરાવી ને એમને સારું જીવન આપવું હતું.

પરિણામ પછી જે ઇન્ટરવ્યૂ થયા એમાં ગોવિંદ એ કહ્યું ” મને એવો વિચાર આવે છે કે જો આ વખતે હું સફળ ના રહ્યો હોત તો આવતી વખતે પરીક્ષા આપવા માટે ના પૈસા હું ક્યાંથી એકઠા કરત.

જે લોકો મારી મહેનત અને પરિસ્થિતિ ને સમજે છે એ સમજી શકશે કે મારી પાસે આના સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહતો કા તો કોઈ નાની નોકરી કરું અથવા તો કોઈ ધંધો ચાલુ કરું પણ ધંધા માટે પૈસા નહતા એટલે મારી પાસે એક જ વિકલ્પ વધ્યો હતો અને એ હતો અભ્યાસ માં સખત મેહનત અને મેં મહેનત કરવાનું પસંદ કર્યું “

ગોવિંદ જયસ્વાલ આપણને જે શીખવે છે એ દુનિયા કોઈ પણ શૈક્ષણિક સંસ્થા ના શીખવી શકે

1) ક્યારેય હાર ના માનવી

2) ઈચ્છા શક્તિ હોઈ તો તમને કઈ પણ દુનિયા નું કોઈ પણ કાર્ય કરતા અટકાવી શકે નહીં

3) ક્યારેય મારી પાસે પૈસા નથી કે બીજા કોઈ સ્ત્રોત નથી એવું કહી ને કામ ને ટાળવું ના જોઈએ

4) નક્કી કરેલા સપના ને પૂરું કરવાં માં આવતી અડચણો તરફ ક્યારેય ધ્યાન આપવું નહીં

નાની નાની વાત માં આપણે કેટલા બહાના બનાવીએ છીએ ને બીજા પર દોષ નો ટોપલો ઢોળવાનો પ્રયત્ન કરીયે છીએ. 

પણ જેટલી મેહનત આપણે બહાના બનાવવા માં કરીયે એટલી પ્રામાણિકતા થી મેહનત કરીએ તો આપણે ઘણું બધું મેળવી શકીયે છીએ.

-Bhautik Sparshak

04-08-2016