મારી વ્હાલી પૂજ્ય માં

મારી વ્હાલી પૂજ્ય માં,
જણાવવાનું કે તું ઘરે આવી ગઈ હશે, તારી તબિયતની મને ચિંતા થાય છે. હવે તારી તબિયત સારી હશે.

વ્હાલી મમ્મી, તારી કુખે મારો અંશ રહ્યો  ત્યારથી મને વાત્સલ્યથી ઉભરતો ‘ માં ‘ નો ચેહરો  જોવાની ઝંખના હતી. મમ્મી, મારા ગાલ તારી  એક વ્હાલભરી ચૂમી માટે તલસતા હતા. મારે મારી જનેતાના હાથમાં ફૂલ થઈને ખીલવું હતું. મારે માનો ખોળો ખૂંદવો હતો. મમ્મી, મારે તારા આંગણે પા-પા પગલી પાડવી હતી. અને આપણા ઘરને કિલ્લોલથી ભરી દેવું હતું. મમ્મી, મને  તો હાલરડું સાંભળતા સાંભળતા ઊંઘવાની તીવ્ ઝંખના હતી.
કુદરતે મને તારો દીકરો બનાવ્યો હોત તો તને  કઈ  વાંધો ન હતો ! પણ મમ્મી, તને તો કુદરતનો ન્યાય મંજૂર ન હતો. તને તો કમાઉ દીકરાની ઝંખના હતી ને ! તારે તો ભવિષ્યમાં સંપત્તિથી ઘર ભરી દેવું હ ને ?
મમ્મી, તારે કોઈ પારકી થાપણ ઉછેરવી નહોતી . એટલે જ તો મમ્મી, તે દવાખાને જઈ મારાથી છુટકારો મેળવી હાશકારો અનુભવ્યો  હશે. પણ મમ્મી, ડોકટરના ચીપીયા ખાઈ-ખાઈ તારું આ ફૂલ આક્રંદ કરતુ-કરતુ તરફડતું હતું. મને હતું મારી મમ્મી મારી વ્હારે આવશે, મારા પપ્પ મારી મદદે આવશે. પણ કદાચ તમોને દયા નહિ આવ હોય, પણ મમ્મી ઈશ્વરને દયા આવી ગઈ અને મારુ ધબકતું હૈયું ફટ દઈને ફાટી ગયું અને મને તરત જ પ્રભુ એ ઉપર બોલાવી લીધી.
મમ્મી, તું પણ દીકરી થઈને કોઈ માની કૂખે અવતરેલ એ વાત કેમ ભૂલી ગઈ ? બીજું તો ઠીક છે પણ તાર પેટને મારા મોતનો કૂવો બનાવતા તને જરાયે દયા ન આવી ?
મમ્મી, હવે ભઈલો જયારે જન્મ લે ત્યારે તેને દીદી ની મીઠી મધુર યાદ આપજે, રક્ષાબંધનના દિવસે મને યાદ કરીને ભઇલાને મારા આશીર્વાદ આપ જે પપ્પાને હાર્ટની બીમારી છે એમને તું બરાબ૨ સાચવજે. અને સમય પર દવા ખવડાવજે. મમ્મી, માર આ પત્ર ને વાંચીને ફાડીને ફેંકી દઈશ નહિ. શક્ય હો તો આ પત્ર શિક્ષિત તથા બુદ્ધિશાળી એવા આપણા સમાજ સુધી પહોચાડજે જેથી, સમાજમાં કદાચ કોઈને દયા આવે મારા જેવી દશા બીજી દીકરીની ના થાય……..
બસ મારી આટલી ઈચ્છા પૂરી કરવા વિનંતી …….
મમ્મી, મારે બીજી કૂખે જન્મ લેવા જવાની ઉતાવળ છે એટલે મારા પત્ર ને અહિયાં પૂરો કરું છું

લિ. તારી જનમ્યા વગરની લાડલી દીકરી….

-અજાણ્યા સ્ત્રોત માંથી

આ નાનકડી વાર્તા આપને ઘણી વખત સાંભળી હશે કે વાંચી હશે.

આ વાંચતી વખતે મને પણ એ વાત નો વિચાર આવ્યો કે 130 કરોડ ની વસ્તી ધરાવતા દેશ માં દર વર્ષે કેટલીયે રાણી લક્ષ્મી બાઈ કિરણ બેદી કલ્પના ચાવલા એશ્વેર્યા રાઈ મેરી કોમ સાઈના નેહવાલ ચંદા કોછાર ઈન્દ્રા નૂયી જેવી સ્ત્રી ઓ ને આ જીવન ને પામતા પેહલા જ મારી નાખવામાં આવતી હશે.

અત્યાર ના સમય માં સ્ત્રી ભ્રુણ હત્યા નું પ્રમાણ ઘણું ઘટ્યું છે જેનો આનંદ આપણને બધા ને હોવો જોઈએ પણ
મારી આ સ્ટોરી ને પોસ્ટ કરવા પાછળ નો હેતુ એજ છે કે આ સમાજ માં રહેલી ઘણી સ્ત્રી એવી છે કે જે જીવવા છતાં જીવિત નથી એ ફક્ત એક ઘર માં રહેલી વસ્તુ ની જેમ ગણવામાં આવે છે તો આ માનસિકતા ને દુર કરી ને એ સ્ત્રી ઓ ને પણ એટલી સ્વત્રંતા મળે કે એ પોતાની જાત નો વિકાસ કરી ને સમાજ ના વિકાસ માં મદદ રૂપ બની શકે.

એક ઘર ની કે સમાજ ની સફળતા કે એ ઘર માં કે સમાજ માં રહેલી સ્ત્રી ઓ ની પરિસ્થિતિ પર થી નક્કી થાય છે.

સ્ત્રી એટલે વ્હાલનુ વાદળ અને સ્નેહની સરિતા, નદીના શિતલ જલની માફક તરસ્યાને તૃપ્ત કરવાની મિઠાશ તેના હૃદય મા છે.

સ્ત્રી નુ નસીબ તેની ફરજો થી ઘડાતુ હોઈ છે લોકો માત્ર તેની ફરજો જુએ છે તેની લાગણીઓ ને નજર અંદાજ કરે છે.

 

-ભૌતિક સ્પર્શક