સાચો સન્યાસ

બે બૌદ્ધ ભિક્ષુક પહાડ પર આવેલા મઠ પર જઈ રહ્યા હતા. રસ્તા માં એક ઊંડું નાળું હતું. નાળા ના કિનારા પર એક સ્ત્રી બેઠી હતી. એ સ્ત્રી ને એ નાળું પાર કરી ને આવેલા ગામ પહોંચવાનું હતું પણ નાળા માં પાણી વધી જવાના લીધે એ નાળું પાર કરવાનું સાહસ નહતી કરી શકતી.
આ બન્ને ભિક્ષુકો એ આ જોયું. હવે બન્ને માંથી જે એક વધારે યુવાન હતો એણે એ સ્ત્રી ને ખમ્ભા પર ઉંચકી ને નાળા ની બીજી બાજુ એ લઇ જઈ ને છોડી દીધી પછી. એ સ્ત્રી પોતાના ગામ ના રસ્તા પર જવા નીકળી ગઈ અને પેલા ભિક્ષુકો પોતાના મઠ પર જવા નીકળી ગયા.
બીજા ભિક્ષુ એ પેલા યુવાન ભિક્ષુ કે જેણે પેલી સ્ત્રી ને ખમ્ભા પર બેસાડી ને નાળું પાર કરાવેલું એને કઈ કહ્યા વગર પહાડ ચડવાનું ચાલુ રાખ્યું પણ એના મન માં કઈ ચાલ્યા કરતું હતું.

પણ જેવો મઠ આવ્યો એટલે એ પોતાની જાત ને વધુ રોકી ના શક્યો અને કહ્યું “આપણા ધર્મ માં કોઈ પણ સ્ત્રી ને સ્પર્શ કરવાની નહિ પણ સ્ત્રી ને જોવાની પણ મનાઈ છે પણ તેતો એ સ્ત્રી ને પોતાના હાથ વડે ઊંચકીને પોતાના ખમ્ભા પર બેસાડી અને નાળું પર કરાવ્યું આ આપણા માટે ખુબ જ શરમ ની વાત છે”.

હવે પેલા મદદ કરનાર ભિક્ષુક એ કહ્યું “તો આ વાત છે એમ. હું તો એ સ્ત્રી ને નાળું પાર કરાવતા ની સાથે જ છોડી દીધેલી અને આગળ વધી ગયેલો પણ તું તો એ સ્ત્રી નો ભાર હજી ઊંચકી રહ્યો હોય એવું લાગી રહ્યું છે”. સન્યાસ નો મતલબ એવો નથી કે આપણે કોઈની સેવા કરવા માં પીછે હઠ કરવી જોઈએ. પણ સન્યાસ માં તો મન માં રહેલા વિકાર અને વાસના ઓ નો ત્યાગ કરવાનો હોય છે.

આ દ્રષ્ટિ થી જોઈએ તો પેલા મદદ કરનાર સન્યાસી યુવક ખરા અર્થ માં સન્યાસી કહી શકાય. જયારે બીજા સન્યાસી ના મન માં વિકાર હતો. જો આપણે આપણા મન માં રહેલા વિકાર અને વાસના જેવા દુર્ગુણો ને નિયંત્રિત કરી શકીયે તો આપણે ગૃહસ્થ હોવા છતાં પણ સન્યાસી જ છીએ એવું કહી શકાય.

મન માં રહેલા દુષ્ટ વિચારો અને ભાવના ઓ ને જો દૂર કરીયે અને એકબીજા ને મદદ કરી એ તો માણસ તરીકે આપણું જીવન સફળ બનાવી શકાય જીવન સફળ બનાવવા માટે બીજા જીવન ની જરૂર નહીં પડે.

એટલે જ કેહવાઈ છે કે “માણસ નું ચારિત્ર્ય એજ માણસ નો ઉત્તમ પરિચય છે”

-ભૌતિક સ્પર્શક
22/10/2016

http://www.bhautikhunt.com

http://www.feelthesparsh.com