પોતાના અને પારકા

ધંધામાં આર્થિક નુકશાની જવાને કારણે એક પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો. સમૃધ્ધિના સમયે સદાય સાથે રહેનારા હવે મોઢુ પણ ફેરવી લેવા લાગ્યા. અરે કેટલાક લોકોએ તો બીચારા આ ભાઇના નંબરને બ્લોક જ કરી દીધો જેથી ફોન કરીને હેરાન જ ન કરે. એક દિવસ જેને નુકશાન ગયુ હતું તે ભાઇ પોતાની પત્નિ પાસે હૈયાવરાળ કાઢતા કહેતા હતા કે આપણી આવી પરિસ્થિતીને કારણે બીજા સાથ છોડે એ તો બરોબર પણ પોતાનાય પારકા બની ગયા.

નાનો બાળક આ બધુ સાંભળતો હતો એને તો કંઇ સમજ જ નહોતી પડતી કે આ પોતાના અને પારકાની શું વાત ચાલી રહી છે પરંતું નાનો હોવા છતા એને એટલું તો સમજાઇ ગયુ કે પોતાની ઘરે હવે કોઇ સગાવહાલા નથી આવતા એટલે મમ્મી-પપ્પા બહું દુ:ખી છે અને કોઇ મહત્વના મુદાની ચર્ચા કરી રહ્યા છે.

છોકરો બીજા દિવસે શાળાએ ગયો પણ એના મનમાં તો ‘પોતાના અને પારકા’ જ ઘુમી રહ્યુ હતું. એણે પોતાના શિક્ષકને પ્રશ્ન પુછ્યો , ” સર , મને એ સમજાવોને કે પોતાના અને પારકા એટલે શું ? ” શિક્ષક થોડીવાર તો મુંજાઇ જ ગયા બાળકનો આ સવાલ સાંભળીને કે આવા નાના બાળકને આવો વિચાર વળી ક્યાંથી આવ્યો?

શિક્ષક ખુબ અનુભવી હતા અને વિચારક પણ ખરા એમણે પેલા બાળકના માથા પર હાથ ફેરવીને કહ્યુ , ” બેટા, પોતાના અને પારકા વચ્ચેનો ભેદ અત્યારે તને નહી સમજાય તારી ઉંમર હજુ નાની છે. પરંતું યોગ્ય સમયે તને આ સમજાઇ જશે. હાં અત્યારે હું તને એટલું કહે શકુ કે જીંદગીમાં સમયથી વધારે કોઇ પોતાનું કે પારકુ નથી હોતું સમય તમારો હોય તો બધા પોતાના અને સમય તમારો ના હોય તો બધા પારકા.”

જીવનનું આ સનાતન સત્ય પેલા બાળકને તો નહી જ સમજાયુ હોય પણ આપનામાંથી એક પણ એવી વ્યક્તિ નહી હોય જેને આ ના અનુભવાયુ હોય.જીવનમાં આવતા મુંઝવણોના પ્રસંગોએ સદાય યાદ રાખજો કે દરેક પ્રશ્નનો ઉકેલ સમય જ છે.

 

-11/06/2016

મારી વ્હાલી પૂજ્ય માં

મારી વ્હાલી પૂજ્ય માં,
જણાવવાનું કે તું ઘરે આવી ગઈ હશે, તારી તબિયતની મને ચિંતા થાય છે. હવે તારી તબિયત સારી હશે.

વ્હાલી મમ્મી, તારી કુખે મારો અંશ રહ્યો  ત્યારથી મને વાત્સલ્યથી ઉભરતો ‘ માં ‘ નો ચેહરો  જોવાની ઝંખના હતી. મમ્મી, મારા ગાલ તારી  એક વ્હાલભરી ચૂમી માટે તલસતા હતા. મારે મારી જનેતાના હાથમાં ફૂલ થઈને ખીલવું હતું. મારે માનો ખોળો ખૂંદવો હતો. મમ્મી, મારે તારા આંગણે પા-પા પગલી પાડવી હતી. અને આપણા ઘરને કિલ્લોલથી ભરી દેવું હતું. મમ્મી, મને  તો હાલરડું સાંભળતા સાંભળતા ઊંઘવાની તીવ્ ઝંખના હતી.
કુદરતે મને તારો દીકરો બનાવ્યો હોત તો તને  કઈ  વાંધો ન હતો ! પણ મમ્મી, તને તો કુદરતનો ન્યાય મંજૂર ન હતો. તને તો કમાઉ દીકરાની ઝંખના હતી ને ! તારે તો ભવિષ્યમાં સંપત્તિથી ઘર ભરી દેવું હ ને ?
મમ્મી, તારે કોઈ પારકી થાપણ ઉછેરવી નહોતી . એટલે જ તો મમ્મી, તે દવાખાને જઈ મારાથી છુટકારો મેળવી હાશકારો અનુભવ્યો  હશે. પણ મમ્મી, ડોકટરના ચીપીયા ખાઈ-ખાઈ તારું આ ફૂલ આક્રંદ કરતુ-કરતુ તરફડતું હતું. મને હતું મારી મમ્મી મારી વ્હારે આવશે, મારા પપ્પ મારી મદદે આવશે. પણ કદાચ તમોને દયા નહિ આવ હોય, પણ મમ્મી ઈશ્વરને દયા આવી ગઈ અને મારુ ધબકતું હૈયું ફટ દઈને ફાટી ગયું અને મને તરત જ પ્રભુ એ ઉપર બોલાવી લીધી.
મમ્મી, તું પણ દીકરી થઈને કોઈ માની કૂખે અવતરેલ એ વાત કેમ ભૂલી ગઈ ? બીજું તો ઠીક છે પણ તાર પેટને મારા મોતનો કૂવો બનાવતા તને જરાયે દયા ન આવી ?
મમ્મી, હવે ભઈલો જયારે જન્મ લે ત્યારે તેને દીદી ની મીઠી મધુર યાદ આપજે, રક્ષાબંધનના દિવસે મને યાદ કરીને ભઇલાને મારા આશીર્વાદ આપ જે પપ્પાને હાર્ટની બીમારી છે એમને તું બરાબ૨ સાચવજે. અને સમય પર દવા ખવડાવજે. મમ્મી, માર આ પત્ર ને વાંચીને ફાડીને ફેંકી દઈશ નહિ. શક્ય હો તો આ પત્ર શિક્ષિત તથા બુદ્ધિશાળી એવા આપણા સમાજ સુધી પહોચાડજે જેથી, સમાજમાં કદાચ કોઈને દયા આવે મારા જેવી દશા બીજી દીકરીની ના થાય……..
બસ મારી આટલી ઈચ્છા પૂરી કરવા વિનંતી …….
મમ્મી, મારે બીજી કૂખે જન્મ લેવા જવાની ઉતાવળ છે એટલે મારા પત્ર ને અહિયાં પૂરો કરું છું

લિ. તારી જનમ્યા વગરની લાડલી દીકરી….

-અજાણ્યા સ્ત્રોત માંથી

આ નાનકડી વાર્તા આપને ઘણી વખત સાંભળી હશે કે વાંચી હશે.

આ વાંચતી વખતે મને પણ એ વાત નો વિચાર આવ્યો કે 130 કરોડ ની વસ્તી ધરાવતા દેશ માં દર વર્ષે કેટલીયે રાણી લક્ષ્મી બાઈ કિરણ બેદી કલ્પના ચાવલા એશ્વેર્યા રાઈ મેરી કોમ સાઈના નેહવાલ ચંદા કોછાર ઈન્દ્રા નૂયી જેવી સ્ત્રી ઓ ને આ જીવન ને પામતા પેહલા જ મારી નાખવામાં આવતી હશે.

અત્યાર ના સમય માં સ્ત્રી ભ્રુણ હત્યા નું પ્રમાણ ઘણું ઘટ્યું છે જેનો આનંદ આપણને બધા ને હોવો જોઈએ પણ
મારી આ સ્ટોરી ને પોસ્ટ કરવા પાછળ નો હેતુ એજ છે કે આ સમાજ માં રહેલી ઘણી સ્ત્રી એવી છે કે જે જીવવા છતાં જીવિત નથી એ ફક્ત એક ઘર માં રહેલી વસ્તુ ની જેમ ગણવામાં આવે છે તો આ માનસિકતા ને દુર કરી ને એ સ્ત્રી ઓ ને પણ એટલી સ્વત્રંતા મળે કે એ પોતાની જાત નો વિકાસ કરી ને સમાજ ના વિકાસ માં મદદ રૂપ બની શકે.

એક ઘર ની કે સમાજ ની સફળતા કે એ ઘર માં કે સમાજ માં રહેલી સ્ત્રી ઓ ની પરિસ્થિતિ પર થી નક્કી થાય છે.

સ્ત્રી એટલે વ્હાલનુ વાદળ અને સ્નેહની સરિતા, નદીના શિતલ જલની માફક તરસ્યાને તૃપ્ત કરવાની મિઠાશ તેના હૃદય મા છે.

સ્ત્રી નુ નસીબ તેની ફરજો થી ઘડાતુ હોઈ છે લોકો માત્ર તેની ફરજો જુએ છે તેની લાગણીઓ ને નજર અંદાજ કરે છે.

 

-ભૌતિક સ્પર્શક

7 અજાયબી

હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓ દુનિયાની સાત અજાયબીઓ વિષે ભણી રહ્યા હતા. લેશન પૂરું થયા બાદ વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે તેઓ જે સૌથી વધારે અજાયબી માનતા હોય તેમનું લીસ્ટ તૈયાર કરે. જો કે ક્લાસ માં ઘણા બધા મતભેદ હતા છતાં નીચે પ્રમાણે નું લીસ્ટ તૈયાર થયું.
1. Egypt’s Great Pyramids
2. The Taj Mahal in India
3. The Grand Canyon in Arizona.
4. The Panama Canal.
5. The Empire State Building.
6. St. Peter’s Basilica.
7. China’s Great Wall.
બધાનું લીસ્ટ લઈને વોટ થતા હતા ત્યારે શીક્ષકે જોયું કે એક છોકરી તેના લીસ્ટ બનાવવામાં કઈ મૂંઝવણ અનુભવે છે. અને તેણીએ તેનું લીસ્ટ હજુ આપ્યું નથી. આથી શીક્ષકે તેમને પૂછ્યું કે તેને કોઈ મદદની જરૂર હોય તો જણાવે. જવાબમાં તેણીએ કહ્યું મને ખરેખર સમજાતું નથી, કારણકે આ લીસ્ટ તો ઘણુ લાંબુ બની શકે તેમ છે. શિક્ષકે કહ્યું: તારું લીસ્ટ વાંચ જેથી અમે કઈક તને મદદ કરી શકીએ.
તેણીએ ખટકાચ સાથે તેનું લીસ્ટ વાંચવાનું શરુ ક૨યું “મને લાગે છે કે દુનિયાની અજાયબીઓ આ પ્રમાણે છે:
1. સ્પર્શ…
2. ટેસ્ટ…
3. દ્રષ્ટી…
4. સાંભળવું…
5. અનુભવવું…
6. હસવું…
7. પ્રેમ…
આ સાંભળીને આખો રૂમ શાંત થઇ ગયો, ટાંચણી પડે તો પણ તેનો અવાજ સંભળાય તેટલો શાંત…
કદાચ, આ વાર્તા આપણને એ યાદ અપાવે છે કે આપણે જે વસ્તુને રોજ જોઈએ છીએ અને જે તદન નાની લાગે છે અથવા આપણે તેના તરફ ધ્યાન નથી આપતા તે દુનિયાની સૌથી અદભુત વસ્તુ હોઈ શકે છે. અને આપને તેનો અનુભવ કરવા માટે ક્યાય લાંબા પ્રવાસ કરવાની જરૂર નથી. – બસ કુદરતે આપલી આ મહા ભેટ નો અનુભવ કરો અને તેનો આભાર માનો.

ફૂટેલો ઘડો..

પાંચ દાયકા પહેલાની વાત છે. જયારે માણસોન મનમાં વિશાળતા અને તનમાં ચેતના ભરપૂર રહેતી.
સૂર્યના આછા પ્રકાશમાં સૂતેલું આખુંય ગામ ધીમે ધીમે જાગી રહ્યું હતું. મંદિરમાં થતા ઘંટારવે સૌન કાનમાં પ્રવેશી સૌને કામમાં પ્રવૃત્ત કર્યા. ગા ભેંસના ગળે બાંધેલી ઘંટડીના અવાજથી ગા જાણે ફરી જીવંત બની ગયું.
ગામની સ્ત્રીઓ માથે ઘડા લઈ પાણી ભરવ નીકળી પડી. ગામમાં કોઈ કૂવો નહિ કે પીવાના પાણીની સગવડ પણ નહિ. દૂર દૂર સુધી ચાલતા જ પાણી લાવવું પડતું.
બધી સ્ત્રીઓની પાછળ એક માજી માથે ઊંચકી શકાય નહિ તેથી ત્રાજવાની જેમ લાકડીમાં ઘડા બાંધી ખભે ટીંગાડી હળું હળું ચાલતા આ માજીના શરીરે કરચલીઓ પડી ગઈ હતી, પણ એ જોમ એમનું એમ જ હતું. રોજ પાણીના બે ઘડા ઊંચકીને ભરી લાવે. એમાંનો એક ઘડો તૂટેલો હતો માજી કુવેથી આખો ઘડો ભરે પણ ઘરે પહોંચે ત્યાં અડધો જ રહે !
માજી પાણી ભરીને આવે ત્યારે કેટલાકને તેના પર  દયા આવતી, તો કેટલાક ફૂટેલા ઘડામાંથી  નીકળતાં પાણીને જોઇને તેમની ઠેકડી ઉડાડતા  “માજી અડધો મારગ તો ધોવાઈ ગ્યો, હવે બાકીના મારગનો શો વાંક?” , “એ! કોઈને પાણ પીવું હોય તો હાલો, માજીનું હરતું ફરતું પરબ આવી  ગયું છે .”
માજી કોઈને પણ જવાબ આપ્યા વગર ઘર તરફ ચાલી નીકળતા. આ બધું જોઇને ઘડાને પણ ખૂબ દુ: થતું ; કે જો હું તૂટેલો ના હોત તો માજીને  આટલી  મહેનત પછી આખો ઘડો ભરીને પાણી તો મળત !
માજી રોજની માફક પાણી ભરીને આવતા હતા ત્યારે સામે પાદરમાં નાના છોકરાઓ ટોળે વળી રમતા હતા તેમાંથી એક છોકરાએ માજી પાસે આવીને તેમને કહ્યું : “બા, તમે રોજ બે ઘડા પાણીથી  આખા ભરીને લાવો છો પણ આ એક ઘડો તો તૂટેલ છે, એમાંથી તો બધું પાણી ઢોળાઈ જાય છે, તો નવો ઘડો કાં નથી લેતા?”
માજીએ કહ્યું : “બેટા ! પરોપકાર હાટુ, મારે બે ઘડા પાણીની ખપ નથી. આ ફૂટેલા ઘડાને લીધે તો આવતા આવતા મારે વજનેય ઓછું થઈ જાય ને નીચે જો ; એક બાજુનો મારગ જ્યાં આ ફૂટેલો ઘડો રેય સે ન્યા મેં બી વાયવા’તા અને જો આજે કેવા છોડવા ને ફૂલડાં ઉગી ગ્યા છે , ને બધુંય લીલું લી થઇ ગયું છે, ને બીજી બાજુ તો ઉજ્જડ વેરાન સે. આખો ઘડો તો મારી એકલીના કામમાં આવે જયારે આ ફૂટેલો ઘડો તો આખા સમાજના કામમ આવે છે…

આત્મ વિશ્વાસ

એક બીઝનેસમેન ઘણો દેવામાં ડૂબી ગયો અને બહાર આવવાનો કોઈ રસ્તો નહોતો મળતો. જે લોક તેમને ક્રેડીટ આપતા હતા તે લોકોએ ક્રેડી આપવાનું બંધ કરી દીધું હતું. અને સપ્લાયરોએ રોકડ ઉઘરાણી ચાલુ કરી દીધી હતી. લેણિયાતો ન રોજ રોજ ની ઉઘરાણી થી કંટાળીને તે એક દિવસ બગીચામાં એક બેંચ પર બેઠો હતો અને વિચારતો  હતો કે કઈ વસ્તુથી પોતે દેવાળિયો થતા બચે અને પોતાની કંપનીને ફડચામાં જતી રોકે.
અચાનક એક વૃદ્ધ આદમી તેની સામે દ્રશ્યમાન થયો
“હું જોઈ શકું છું કે તું ખુબજ ચિંતા માં ડૂબેલો છે.” વૃદ્ માણસે કહ્યું.
બીઝનેસમેન ની આપવીતી સંભાળીને વૃદ્ધ માણ કહ્યું “હું તને મદદ કરી શકું છું.”
તેમણે તે બીઝનેસમેન નું નામ પૂછ્યું અને એક ચેક લખી આપ્યો અને બીઝ્નેસમેન ના હાથમાં આપતા કહ્ “આ ચેક રાખ, અને બરાબર આજથી એક વર્ષ પછી અહી જ મને મળજે અને ત્યારે તું આ રકમ મને પાછી આપી શકે છે.” આમ કહી ને વૃદ્ધ માણસ જતો રહ્યો.
બિઝનેસમેને તે ચેક જોયો, તે ચેક $500000 નો હતો અને સાઈન કરેલી હતી John D. Rockefeller (કે દુનિયાનો સૌથી ધનાઢ્ય ગણાતા વ્યક્તિઓમાનો એક હતો ) ના નામે.
બિઝનેસમેને વિચાર્યું કે હું મારી બધી નાણાકી ચિંતા નો એક મિનીટમાં સફાયો કરી શકું તેમ છું.
પરંતુ તે બિઝનેસમેને તેમ ના કરતા તેણે તે ચેક વટાવ્યા વગર કોઈ સલામત જગ્યાએ મૂક રાખવાનો વિચાર કર્યો. તે જાણતો હતો કે ચેક ની મદદથી તે ગમે ત્યારે તેની કંપનીને ફડચામ જતી બચાવી શકે એમ છે.
નવાજ આત્મવિશ્વાસ સાથે તે વધારે સાર બીઝનેસ ડિલ વધારે મુદતની પેમેન્ટ ટર્મ્સ થી કરવા લાગ્યો. અને થોડા મોટા સોદો પડ્યા. અને થોડ જ મહિનાઓમાં તે દેવામાંથી બહાર આવી ગય અને તેની કંપની નફો કરતી થઇ.
એક વર્ષ પછી નક્કી કરેલા સમયે તે ફરી તે બગીચામાં સાચવી રાખેલા ચેક સાથે આવ પહોચ્યો અને તે જ બેંચ પર જઈને બેઠો.
થોડા જ સમયમાં તે વૃદ્ધ માણસ પણ ત્યાં આવી પહોચ્યા. પરંતુ જ્યાં એ બીઝનેસમેન તેમને ચેક પાછો આપી અને પોતાની સફળતાની વાર્તા સંભળાવે પહેલા જ એક નર્સ દોડતી આવી અને તે વૃદ્ધ માણસ ને પકડી લીધા.
નર્સે બીઝનેસમેનને કહ્યું : ” આ વડીલે તમને હેરાન ત નથી કર્યા ને?, Thanks god ! તેઓ મળી ગયા. તે માનસિક બીમાર છે અને ઘર માંથી ભાગી જાય અને લોકોને કહેતા ફરે છે કે તેઓ John D. Rockefell છે.” આટલું કહીને નર્સ તે વૃદ્ધને ત્યાંથી લઈ ગઈ.
પરંતુ આ સંભાળીને પેલા બીઝ્નેસમેન નું માથું ફરી ગયુ તે અવાક થઇ ગયો. છેલ્લા એક વર્ષમાં તેણે જોખમી બીઝનેસ ડીલો કરી, જોખમી નિર્ણય લીધા તે ફક્ત એ જ વિચારે કે કંઈપણ થાય તો તેન પાસે $500000 નો ચેક છે.

પછી તેને વિચર આવ્યો કે હકીકત માં એ રકમ તેની પાસે ન હતી જે રકમથી તેની જીંદગી બદલાઈ ગઈ તે ફક્ત તેનો નવો આત્મવિશ્વાસ જ હતો કે જેથી તે જે જોઈતું હતું તે મેળવવાની શક્તિ મળી.

જીનેકા બહાના

હું ભારતનાટ્યમ્ કરીશ.

હેં! શું! ગાંડી થઇ છે!

ના. ભારતનાટ્યમ્. એ જ તો કરવા વર્ષો સાધના કરી હતી!

પણ બેટા, ઘણું છે બીજું જે તું કરી શકે! તને તો ઈશ્વરે કલાવરદાન આપ્યું છે. ચિત્રો બનાવ, શિલ્પ કર, પણ ભારતનાટ્યમ્ રહેવા દે બેટા. તારાથી નહીં થાય. તારી હાલત તો જો! પરિશ્રમ કરવાની ચોખ્ખી મનાઇ છે. ચોવીસ કલાકમાં એક લીટરથી વધુ ખોરાક-પાણી લેવાની ય મનાઇ છે. દસ વર્ષથી તો તેં નૃત્ય કરવું છોડી ય દીધું છે. અને આવી હાલતમાં ભારતનાટ્યમ્ કરવું છે!

અરે, આ જ તો સમય છે! અત્યારે ન કરું તો ક્યારે કરું!

છોકરી ન માની તે ન જ માની.

———————————-

છવ્વીસ વર્ષની નિકેતા નિત્યક્રમ પ્રમાણે ડાયાલીસીસ કરાવવા નડિયાદની મૂળજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્પીટલમાં આવી હતી અને એની સાથે જ દર વખતે ડાયાલીસીસ કરાવતાં એક બહેન એક દિવસ ન આવ્યાં. પૂછ્યું મેડીકલ સ્ટાફને કે એ કેમ નહતાં આવ્યાં!

કારણકે વધુ ડાયાલીસીસ કરાવવાના પૈસા એમની પાસે નથી; એટલે હવે વધુ દાખડા કર્યા વિના દવાના સહારે જીવાય એટલું જીવશે.

પણ એ જીવવું એટલું સહેલું નથી એ નિકેતાને ખબર હતી. શાંત થયા પહેલાં શરીર એ બેનને દારુણ યાતનાનો સ્વાદ ભરપૂર ચખાડવાનું હતું. ન કર્યા અપરાધોની ય માણસ કુદરત પાસે માફીઓ માંગવા માંડે એવી પીડા આપવાનું હતું. નિકીને એની ખબર હતી કારણકે એનો એ સ્વાનુભવ હતો. એને એકાંતરે દિવસે ડાયાલીસીસ કરાવવું પડતું. ડાયાલીસીસ કર્યા પછી લોહી સ્વચ્છ થતું એટલે રાહત થતી. પછી ઊંઘ આવતી. પણ એ ઊંઘ દરમ્યાન શરીરે એનાં અંગેઅંગને જાણે અંદરથી સોયો ભોંકવાનું નક્કી જ કર્યું હોય એમ યુરિયા, યુરિક એસીડ અને એવો કચરો ભેગો કરવાનું શરુ કરી જ દીધું હોય. એટલે જાગે કે તરત જ શરીર એ કચરાનો નિકાલ માંગતું. પણ એના માટે ડાયાલિસીસની રાહ જોવી પડતી. ડાયાલિસીસ પછીની ઊંઘ એ જ નિકેતા માટે આરામનો સમય. જાગ્યા પછી ભયંકર અસુવિધા.

સ્વસ્થ શરીરમાં તો કુદરતે એ કચરો લોહીમાંથી જ ગાળી લેવા બે બે મૂત્રપિંડ આપ્યા છે. પણ નિકીના બેય મૂત્રપિંડોએ એ ષોડશી હતી ત્યારે જ રાજીનામું આપી દીધું હતું.

મા રેણુકાબેને દીકરીને કિડનીદાન કરી નવું જીવન આપ્યું. એ નવજીવન દસ વર્ષનું હતું. દસ વર્ષ પછી એ કીડની પણ રિસાઇ ગઇ.

ત્યારથી શરુ થયું હતું નિયમિત ડાયાલિસીસનું દુઃખમય ચક્ર. એકાંતરે દિવસે નિકેતાએ બે અઢી કલાક ડાયાલિસીસ કરાવવું પડતું. એમાં જ દોસ્તી થઇ બીજા સમદુખિયા દર્દીઓ સાથે. જે પીડા એ લોકો ભોગવતા હતા એ પીડા એણે પોતે જાણી હતી.

એટલે જયારે એની સાથે નિયમિત ડાયાલિસીસ કરાવવા આવતાં બહેન ન આવ્યાં ત્યારે પૂછ્યું કે બહેનપણી કેમ એ દિવસે ન આવી!

પણ મેડીકલસ્ટાફના જવાબે, કે એની પાસે પૈસા ખૂટ્યા હતા, એને બેચૈન કરી મૂકી હતી. રોતી આંખોએ નિકીએ કહ્યું “નથી જીવવું મારે.”

આવી હાલતમાં કોઇ કહે કે મારે જીવવું નથી, તો આપણું ય મન કહે જ કે હા, વાત તો સાચી છે. કોણ જીવે આવી પીડા સાથે!

પણ ડોક્ટર રાજા પુરકરે એમની દીકરી જેવી થઇ ગયેલી નિકીને કહ્યું કે બેટા, એક દિવસ તો એ ય થશે જ. તારા માટે કદાચ એ થોડું વહેલું થશે, પણ ત્યાં સુધીમાં તારા જ દર્દી ભાઇબહેનો માટે કાંઇક કર ને!

એટલે નિકીએ કહ્યું કે મારે ભારતનાટ્યમ્ કરવું છે.

કોઇની મનાવી માની નહીં. છોકરી જિદે ચડી હતી.

આવી દર્પણ એકેડેમીમાં, જ્યાં એ બાળપણમાં ભારતનાટ્યમ્ શીખી હતી. ચૌદ વર્ષની ઉંમરે આરંગેત્રમ્ – એટલે કે મંચ પર પદાર્પણ કર્યું હતું. પ્રેક્ષકોની પ્રશંસા અને ગુરુઓની શાબાશી મેળવી હતી. પણ સોળમા વર્ષે તો બંને કિડનીઓ બગડી ગઇ. નૃત્ય તો એ પછી સ્વપ્ને ય યાદ ન આવે.

દર્પણમાંથી એને ના પાડવામાં આવી કે એના જીવને જોખમ છે માટે એ નૃત્યનો વિચાર છોડી જ દે તો સારું. પણ એક ગુરુ મળ્યા – એશિયા સ્કુલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના બિજોય શિવરામ, જેમણે એની સુંદર આંખોમાં દ્રઢ નિશ્ચય જોયો, અને હીર પારખી શક્યા. એક તપસ્યામાં સહાય કરવાનું આમંત્રણ હતું. એમણે નિકીને ફરી ભારતનાટ્યમનો અભ્યાસ શરુ કરાવ્યો.

કીડનીના રોગીને સ્ટીરોઇડસ લેવી પડે છે. એના લીધે એમનું શરીર ખૂબ સૂજી જાય છે, વજન વધી જાય છે, શરીર પર વાળ ઉગવા માંડે છે. નિકીને પણ મૂછો ઉગવા માંડી હતી. એ પણ જાડી થઇ ગઇ હતી. છતાં એણે તો પગે બાંધ્યા ઘૂંઘરું.

શરુ થયો અભ્યાસ. કિડનીના રોગીને પરિશ્રમ કરવાની સ્પષ્ટ મનાઇ હોય છે પણ આને ક્યાં જીવનની પડી હતી! છોને આવતું મોત! કાલ આવતું હોય તો આજ આવે પણ મૈ તો નાચુંગી.

એકાંતરે દિવસે ડાયાલિસીસ તો ચાલુ જ હતાં. છતાં લગભગ એક વર્ષ એણે ભારતનાટ્યમનો ભૂલાઇ ગયેલો અભ્યાસ તાજો કર્યો. એ જ જાણે, કે ક્યાંથી આવતી હતી એ ઊર્જા! ભારે શરીર વાળી જાડી નિકી લિયોનાર્ડોની મરિયમ જેવી સપ્રમાણ થઇ ગઇ. મેડીકલ સાયન્સ માટે મોટું આશ્ચર્ય.

અને એક દિવસ જાહેરાત કરી કે નિકેતા કિડનીના નિર્ધન રોગીઓના લાભાર્થે ભારતનાટ્યમ્ કરશે.

હાહાકાર થઇ ગયો. શું માંડ્યું છે આ છોકરીએ! ચક્કર ખાઇને પડશે સ્ટેજ પર. રમત સમજ્યું છે ભારતનાટ્યમને!

છતાં દૈવી નૃત્યાંગના જેવી નિકી સોળ શણગાર કરીને સજીધજીને સ્ટેજ પર આવી જ. એ વીસ મિનીટ ભારતનાટ્યમ્ કરશે એવું આયોજન હતું. નેપથ્યમાં ડોકટરો અને સહાયક મેડીકલ સ્ટાફ હાજર. મોબાઇલ ડાયાલિસીસ મશીન પણ હાજર. હાથમાં ઇન્જેકશનો, ઓક્સીજન માસ્ક, ને એવું બધું તૈયાર જ રાખ્યું હતું. જેવી નિકી ચક્કર ખાઇને પડે કે સ્વિચઓન જ કરવાનું હતું અને એમ થવાની જ સંભાવના હતી. વાતઝલી છોકરીએ બધાના જીવ અદ્ધર રાખ્યા હતા.

પણ,

પોણો કલાક. જી હા. પોણો કલાક પગ ઘૂંઘરું બાંધીને કોણ જાણે કઇ મસ્તીમાં આ મીરા નાચી!

અને મેડીકલ સારવારની બિલકુલ જરૂર ન પડી. આટલા નર્તન પછી પણ નિકેતા સંપૂર્ણ સ્વસ્થ હતી.

બસ, જીનેકા બહાના મિલ ગયા. મળી ગયું જીવન જીવવાનું કારણ. આજ મેરે જમીં પર નહીં હૈ કદમ, કરણ કે હવે એ કદમો નૃત્ય કરતા હતા.

નિકેતાએ પોતાના હમદર્દ – સમદુખિયા જીવો માટે નૃત્ય શરુ કર્યું. કોઇ દર્દી પૈસાના અભાવે ડાયાલિસીસ કરાવ્યા વગર ન જવો જોઇએ.

ભલે એનું ભારે શરીર સપ્રમાણ થઇ ગયું, પણ એનો રોગ મટ્યો ન હતો. ડાયાલિસીસ તો એકાંતરે દિવસે ચાલુ જ હતાં. ડાયાલિસીસ પછી જ શરીરને થોડી વાર સારું લાગતું અને ઊંઘ આવતી. શરીરમાં વળી પાછો કચરો ભરવાનો શરુ થાતો જ અને વળી પાછી ન કહી શકાય કે ન સહી શકાય એવી બેચૈની પણ ખરી જ. છતાં નિકેતા ભારતનાટ્યમનો અભ્યાસ કરતી. ભારતવર્ષમાં બાર વર્ષ સુધી એણે એક પછી એક નૃત્યના કાર્યક્રમો કર્યા. એણે તો ઝોળી હાથમાં રાખી હતી અને બાર વર્ષમાં પોણો કરોડથી વધુ રૂપિયા ભેગા કર્યા.

બહુ દુઃખ થાય છે મિત્રો કે સાવ બકવાસ એવી બે ફિલ્મો પાછળ આપણે એક જ અઠવાડિયામાં પાંચસો કરોડ રૂપિયા ઉડાડી દઈયે છિયે પણ આપણા રોગી ભાઇબહેનોના સ્વાસ્થ્યલાભાર્થે પોણો કરોડ રૂપિયા ભેગા કરવામાં નિકેતાને બાર વર્ષ લાગ્યાં. એ પણ કેટલી પીડા સહન કરીને! એને પણ મરી જ જવું હતું. પણ ડોક્ટર રાજાપુરકર જેવા મહાપુરુષના એક પ્રશ્ને એનામાં જિજીવિષા પ્રગટાવી અને જીવવું પણ કોના માટે! કિસ લિયે જીતે હૈ હમ, કિસકે લિયે જીતે હૈ, એ એણે તરત જ નક્કી કરી લીધું.

એના સર્જનહારને કલ્પના ય નહીં હોય એવું કામ કર્યું એણે. કુદરતની પણ એ એક્સિડેન્ટલ એકસેલન્સ જ હતી કારણકે આવું જીવન તો અપવાદ કહેવાય. એમ ન હોત તો આવાં જીવન એ વારંવાર ન બનાવત!

એણે પીડા ભોગવી, કારણકે કોઇ નિર્ધન રોગીની પીડા ઓછી થાય. એ વેદના સાથે જીવી કારણકે બીજાને એવી વેદના ન થાય. એક દિવસ શરીર પણ થાક્યું. નિકેતા વધુ નૃત્ય કરી શકે એમ ન હતી. થોડા દિવસ પહેલાં નિકેતાને આઇસીયુમાં દાખલ કરી. હવે એ એની લીલા સંકેલવા તૈયાર હતી. મિત્રો, સ્વજનો ય એને વિદાય આપવા તૈયાર હતા. બસ બેટા, હવે વધુ વેદના સહન નહીં કર તો ચાલશે. તું તારે સિધાવ. કર પ્રયાણ આગળની યાત્રા માટે.

અને ગઇ કાલે બપોરે નિકીએ મિત્રો, સ્વજનોની હાજરીમાં જ પિસ્તાલીસ વર્ષ જતનથી ઓઢી હતી એ ચદરિયા જ્યોંકી ત્યોં ધરી દીધી.

આ ઊર્જા જ છે શક્તિ. આ જ છે જગન્માતા જગદંબા કુંડલિની, અને આ જ છે એનું જાગરણ. આને જ કહે છે જગદંબાની સાચી આરાધના. આ જ છે યોગ. આ જ કર્મયોગ, આ જ હઠયોગ. અને નિકેતા હતી સાચી યોગિની, કર્મયોગિની, હઠયોગિની.

નિકેતા, તું જીવી ગઇ.

શત શત વંદન.

વોટ્સએપ…

એન્જીનીયરીંગ વિદ્યાશાખાઓમાં ડીગ્રી કોર્સના છેલ્લા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને પરીક્ષાના ભાગ રૂપે છેલ્લા છ મહિનામાં પોતે જે ભણ્યા હોય એનો ઉપયોગ કરીને કંઇક એવું બનાવવાનું હોય છે જે વ્યવહારિક જીવનમાં કામનું હોય. આ પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીઓ ચોથું સેમેસ્ટર પૂરું થાય ત્યારથી જ કંપનીઓનાં બારણાં ખખડાવવા માંડતા હોય છે. મોટાભાગે કંપનીઓ એમને ત્યાં ચાલતા કોઇ પ્રોજેક્ટ માટે આવા વિદ્યાર્થીઓની મદદ લઇ લેતા હોય છે. સારી કંપનીઓ તેજસ્વી વિદ્યાર્થીઓને એ છ મહિના એમને ત્યાં કામ કરવાના બદલે મહેનતાણું પણ આપતી હોય છે. મોટાભાગના જોકે વિદ્યાર્થીની ગરજનો લાભ લઇ એમની પાસે મફતમાં જ સારું એવું કામ કઢાવી લેતા જોયા છે.

વર્ષ ૨૦૦૫માં દક્ષિણભારતની એક એન્જીનીયરીંગ કોલેજમાં કમ્પ્યુટર સાયન્સની બે તેજસ્વિની વિદ્યાર્થિનીઓને પણ એમના પ્રોજેક્ટવર્ક તરીકે કંઇક એવું બનાવવાનું હતું કે જે વ્યવહારિક હોય, કામ લાગે એવું હોય.

બીજા બધા વિદ્યાર્થીઓની જેમ એમણે પણ સ્વપ્નો જોયાં હતાં કે કમ્પ્યુટર એન્જીનીયરીંગ ભણી મલ્ટીનેશનલ કંપનીમાં કામ મળી જશે. ખૂબ સારું વેતન હશે, સંપન્ન જીવનશૈલી જીવવા મળશે, વિદેશયાત્રાઓ કરવા મળશે, કદાચ અમેરિકા જેવા વિકસિત દેશમાં વસવા પણ મળશે, પ્રગતિની નવી તકો ખુલી જશે, જે આર્થિક સંકડામણ માતાપિતા અને પૂર્વજોએ જોઇ હતી એનાથી કાયમી મુક્તિ મળી જશે. માતાપિતા ગૌરવ લઇ શકશે. દેશ માટે સહુથી વધુ વિદેશી હુંડીયામણ ખેંચી લાવતા ઉદ્યોગમાં યોગદાન કરવા મળશે. એવું ઘણું ઘણું કરવા મળશે જે એમના કુળમાં પહેલાં કોઇએ ક્યારેય નહતું કર્યું.

એમણે એમના પ્રોજેક્ટ માટે કોઇ કંપનીની મદદ ન માંગી. એમણે જાવા પ્લેટફોર્મની માઇક્રો એડીશન ટેકનોલોજી વાપરીને એક એપ્લીકેશન બનાવી, જે જાવામાં લખાયેલ પ્રોગ્રામ વાંચી શકે એવા બે કે એથી વધુ મોબાઇલ ફોન વચ્ચે ટેક્સ્ટ બેઝ્ડ કોમ્યુનીકેશન કરી શકે (અત્યારે માઈક્રોસોફ્ટ સિવાયના ૧૦૦% ફોન જાવાથી જ ચાલે છે). એપ્લીકેશનમાં સાઇન-અપ વખતે જ સીમકાર્ડનો નંબર જ ઓટોમેટીકલી યુઝરનો યુનીક આઇડેન્ટિફિકેશન કોડ બની જતો હતો. એ યુઝરની એડ્રેસબુક વાંચી શકતી હતી અને એના કોન્ટેક્ટ લીસ્ટમાં કોના કોના ફોનમાં આ એપ્લીકેશન છે અને કોના ફોનમાં એ નથી એ કહી શકતી હતી. એકબીજાને એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવા આમંત્રણ મોકલી શકાતાં હતાં. એમાં ઇમોટીકોન્સ  પણ હતાં. અને બે ફોન ફક્ત ઇન્ટરનેટ જ નહીં, ઇન્ફ્રારેડ સિગ્નલથી પણ ‘નેટવર્ક’ બનાવી શકતા હતા. એપ્લીકેશનનું નામ હતું મોમ (MoM) – મેસેન્જર ઓન મોબાઇલ (અત્યારે આ બધું આપણને સામાન્ય લાગે છે, પણ એની જ વાત આગળ આવે છે).

પ્રયોગ સફળ રહ્યો. યુનિવર્સિટીના પ્રોફેસરો દંગ રહી ગયા. પરીક્ષા લેવા બહારથી આવનારા અને ઉદ્યોગમાં ઉચ્ચ કક્ષાઓ પર કામ કરનારા વ્યવસાયિકો ખુશ થઇ ગયા. પૂરા માર્ક્સ મળ્યા. વાહવાહી થઇ ગઇ.

અને છેલ્લે, એમણે જે સ્વપ્ન  છેલ્લાં ચાર વર્ષ સેવ્યું હતું એ તાત્કાલિક સાકાર થઇ ગયું. ટીમમાંથી એક જણી સ્કોલરશીપ લઇ માસ્ટર્સ ડીગ્રી કરવા અમેરિકા ઉપડી ગઇ. બીજીને અત્યારે વિશ્વમાં જે દસમા ક્રમની સોફ્ટવેર કંપની છે એ કોગ્નીઝન્ટમાં સીધું જ પ્રોડક્ટ મેનેજમેન્ટમાં કામ કરવા આમંત્રણ મળ્યું.

પ્રોજેક્ટનાં કાગળિયાં ફાઇલમાં બંધ થઇ માળિયે ચડી ગયાં. કોગ્નીઝન્ટમાં નવા નવા પ્રોજેક્ટ પર કામ કરવા મળતું, ખૂબ શીખવા મળતું. પગાર પણ ખૂબ સારો. જિંદગીની ગાડી પાટે ચડી ગઇ અને પૂરપાટ દોડી રહી હતી. લગ્ન થયાં. સંસાર પણ સુખે ચાલવા લાગ્યો.

પણ, ૨૦૦૯માં એક નવી એપ્લીકેશન બજારમાં આવ્યાના સમાચાર મળ્યા. એણે પણ જોવા માટે એના ફોનમાં ડાઉનલોડ કરી. પણ જોઇ ત્યારે એના માનવામાં ન આવ્યું કે એ એપ્લીકેશનમાં એવું કાંઇ પણ ન હતું, જે એના મોમમાં ન હતું, જે  એણે ચાર વર્ષ પહેલાં એના પ્રોજેક્ટવર્ક તરીકે બનાવ્યું હતું.

એ એપ્લીકેશનનું નામ વોટ્સએપ.

એક ઘડી તો હૃદયમાં સંચાર બંધ થઇ ગયો. મન નિર્વિચાર થઇ ગયું. શું કહેવું એ પણ સૂઝ્યું નહીં. તેજસ્વી કર્ણને જોઇને કુંતીને જે ભાવ થયો હશે એવો ભાવ એના મનમાં થયો કે “આ તો મારું સંતાન”. પણ એ કહે, તો પણ કોઇ માને એવું ન હતું.

હશે, મારા ભાગ્યમાં આ યશ નહીં લખાયો હોય એમ વિચારી મન મનાવી લીધું. કોગ્નીઝન્ટમાં વહી રફતાર શરુ થઇ ગઇ. દિવસો, વર્ષો વીતતાં ગયાં.

પણ ૨૦૧૫માં ફેસબુકના માલિકોએ એ એપ્લીકેશન ખરીદવાના પૂરા સોળ બિલિયન ડોલર્સ ચૂકવ્યા ત્યારે મન રડી પડ્યું કે “મારા ભાગે આવનારા નવ બિલિયન ક્યાં!”

બસ મિત્રો, વાર્તા આટલી જ છે. સત્યઘટના છે. અને જેની આ વાત લખી છે એ તેલુગુ બ્રાહ્મણકન્યા સમતા ચાગન્તીનો ફોટોગ્રાફ તમે લેખ વાંચવો શરુ કર્યા પહેલાં જ જોયો છે.

વાંક કોનો! કોના વાંકે સમતા એ યશને ન પામી જેના માટે એ સુપાત્ર હતી!

ધ્યાનથી વાંચજો મિત્રો, સમતા એમ નથી કહેતી કે એનો વિચાર ચોરાઇ ગયો. એક જ વિચાર ઘણાને આવી શકે છે, અને ટેકનોલોજી વિશ્વમાં તો ખાસ. અને ખબરદાર કોઇએ અવિશ્વાસ કર્યો છે તો, કે એક વસ્તુ સફળ થાય એટલે એની માલિકી માટે હજારો દાવેદારો ઊભા થઇ જાય છે.  (યશ એના પણ ભાગ્યમાં ન હતો જેના માટે એ પોતે જવાબદાર હતો).

એટલે આ પ્રશ્ન પૂછું છું કે તમારા મતે એવાં શું કારણો હતાં કે આપણી સમતા ઉજ્જવળ યશ, અને પ્રતિષ્ઠા, અને ખાસ તો એના ભાગે આવનારા નવ બિલિયન ડોલર્સથી વંચિત રહી ગઇ?

કમ્ફર્ટ ઝોન

એક રાજાને વિવિધ પ્રકારના પક્ષીઓ પાળવાનો શોખ હતો. એકવખત રાજા કોઇ બીજા રાજ્યની મુલાકાતે ગયા અને ત્યાંથી બે સરસ મજાના બાજ પક્ષી એમની સાથે લાવ્યા. બંને પક્ષી દેખાવમાં ખુબ સુંદર હતા. રાજાએ એ બંનેને તાલીમ આપીને બીજા બાજ પક્ષી કરતા જુદા પાડવાનું નક્કી કર્યુ.

પક્ષીઓને તાલીમ આપવા માટે રાજાએ એક ખાસ માણસની નિમણૂંક કરી. બંને બાજ પક્ષીઓને તાલીમ આપવાની એ નિષ્ણાંતે શરુઆત કરી. દિવસો પસાર થવા લાગ્યા. એક પક્ષી ખુબ સરસ રીતે આકાશમાં ઉડતું હતુ. ઉડતી વખતે જાતજાતના કરતબ પણ કરતુ હતુ જ્યારે બીજુ પક્ષી તો માત્ર ઝાડની ડાળી પર બેસી રહે.

તાલીમ આપનારાએ રાજા પાસે આવીને બધી વાત કરી. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે કોઇ વ્યક્તિ પક્ષીને ઉડતુ કરી દેશે તેને 100 સોનામહોરનું ઇનામ આપવામાં આવશે. ઘણા નિષ્ણાંતો આવ્યા. જાત જાતની તરકીબો અજમાવી પણ પક્ષી ઉડવાનું નામ જ ન લે. બધાએ કંટાળીને પ્રયાસો છોડી દીધા.

એકદિવસ એક સાવ સામાન્ય જેવો દેખાતો ખેડુત રાજાને મળવા આવ્યો અને પક્ષીને ઉડતુ કરવાની જવાબદારી સંભાળવાની તૈયારી બતાવી. રાજાએ કહ્યુ , ” ભાઇ , આ ક્ષેત્રના મોટા મોટા નિષ્ણાંતો પણ આ કામ કરી શક્યા નથી મને લાગે છે કે તું તારો અને મારો બંને નો સમય બગાડે છે. ” ખેડુતે કહ્યુ , ” મહારાજા , મને એક તક તો આપો. ” રાજાએ ખેડુતની વાત માન્ય રાખી.

થોડા દિવસમાં પેલુ પક્ષી ખુબ સારી રીતે ઉડવા લાગ્યુ. રાજા સહીત બધાને આશ્વર્ય થયુ કે પેલા ખેડુતે એવું તે શું કર્યુ કે માત્ર થોડા દિવસમાં જ પક્ષીએ ઉડવાની શરુઆત કરી દીધી. કારણ જાણવા માટે રાજાએ ખેડુતને દરબારમાં બોલાવ્યો.તમામ દરબારીઓ પણ પક્ષીના ઉડવાનું રહ્સ્ય જાણવા માટે આતુર હતા.

ખેડુતે સ્પષ્ટતા કરતા કહ્યુ , ” મહારાજ , પક્ષીને ઉડતુ કરવા મેં કોઇ વિશેષ પ્રયત્ન નથી કર્યા. પક્ષી સતત એક ડાળ પર બેસી રહેતુ આથી એ ડાળ સાથે એને વળગણ થઇ ગયુ હતુ. મેં એ ડાળ જ કપાવી નાંખી જે ડાળ પર એ બેસી રહેતું. હવે એની પાસે ઉડવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. ”

આપણે પણ કમ્ફર્ટ ઝોનમાં રહેવા ટેવાયેલા હોવાને કારણે જ ઉડી શકતા નથી. ક્ષમતાઓ તો આપણામાં પણ એ બાજ પક્ષી જેવી જ છે પણ કોઇ નાના-મોટા સહારે બેઠા છીએ અને એટલે જ ઉડી શકતા નથી. તમે સમાજમાં એવા કેટલાય લોકોને જોયા હશે કે એની સહારારુપી ડાળી કપાવાની સાથે જ સફળતાના આકાશમાં મસ્તીથી ઉડતા હોય છે.

મૃત્યુ અને કોમ્પ્રોમાઇઝ

એકવખત દુનિયાભરના ખગોળશાસ્ત્રીઓ દ્વારા એક એવી જાહેરાત થઇ જેણે દુનિયાના બધા લોકોને હાંફળાફાફળા કરી દીધા. પૃથ્વીથી પણ વિશાળ કદનો કોઇ ગ્રહ એની ભ્રમણકક્ષામાંથી ભટકી ગયો અને પૃથ્વી તરફ આવી રહ્યો હતો. માત્ર 30 દિવસના ટુંકાગાળામાં જ આ ગ્રહ પૃથ્વી સાથે ટકરાવાનો હતો. તમામ ખગોળશાસ્ત્રીઓ એકમત જ હતા કે 30 દિવસ બાદ પૃથ્વીનો નાશ થઇ જશે.

જ્યારે આ જાહેરાત કરવામાં આવી ત્યારે લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા કારણકે જીવવા માટે હવે માત્ર 30 દિવસ બચ્યા હતા. આગાહી ખુબ જ સચોટ હતી અને એક લાલચટાક ગ્રહ રોજે રોજ પૃથ્વીથી નજીક આવતો લોકો પણ જોઇ રહ્યા હતા.

કેટલાક દંપતિઓએ છુટાછેડા લેવા માટે કોર્ટમાં કેઇસ ફાઇલ કર્યા હતા એ બધાએ, ‘ હવે થોડા દિવસ જ વધ્યા છે તો સાથે જીવી લઇએ’ એ ભાવના સાથે પોતાના કેઇસ પાછા ખેંચી લીધા. કેટલાક પોતાના સગા ભાઇ કે બહેન પાસે અમુક રકમો માંગતા હતા અને જો રકમ ન આપે તો પોલીસકેઇસ કરવાની ઘમકીઓ આપતા હતા એ બધાએ સામે ચાલીને રકમ માંડવાળ કરી દીધી ઉલટાનું હજુ બીજી રકમ જોઇતી હોય તો એ લઇ જાવ એમ કહ્યુ. ઘણાને પોતાના મિત્રો સાથે કોઇ ઘટનાને લઇને અબોલા હતા એ બધાએ અબોલા તોડી નાંખ્યા અને બાકીના દિવસો મિત્રો સાથે મોજથી વિતાવવાનું નક્કી કર્યુ. કેટલાક યુવાનો વૃધ્ધાશ્રમમાં જઇને ત્યાં રહેલા પોતાના માતા-પિતાને ઘરે લઇ આવ્યા. આખી દુનિયા જાણે કે પ્રેમ અને ભાઇચારાના સનાતન સિધ્ધાંતને અપનાવી ચુકી હોય એવુ લાગતું હતું.

થોડા દિવસ બાદ ખગોળશાસ્ત્રીઓએ જાહેર કર્યુ કે આપણા માટે આનંદના સમાચાર છે. પૃથ્વી તરફ આવી રહેલા ગ્રહે એની દિશા બદલી નાંખી છે અને હવે આ ગ્રહ પૃથ્વીથી દુર જતો રહેશે આપણને કોઇને કોઇ પ્રકારનું નુકસાન નહી થાય. જાહેરાત સાંભળતા જ લોકો આનંદમાં આવી ગયા. નાચવા અને ગાવા લાગ્યા.

જાહેરાત થયાના બીજા જ દિવસથી ફરી પાછા છુટાછેડા માટેની ફાઇલો ચાલુ થઇ, જે ભાઇ બહેનોએ માંગણાની રકમ જતી કરી હતી એની ઉઘરાણી શરુ થઇ, મિત્રો સાથે ફરીથી અબોલા થઇ ગયા અને મા-બાપ પાછા વૃધ્ધાશ્રમમાં પહોંચી ગયા.

મિત્રો, આપણે સૌ મૃત્યુ માટે કેટલુ બધુ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઇએ છીએ પણ જીવન માટે કેમ કોઇ કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતા. શું આપણા માટે જીવનનું મહત્વ મૃત્યુ કરતા પણ ઉતરતુ છે ?

ત્રણવાર દુ:ખી

બે મિત્રો હતા. જીગરજાન મિત્રો. બંને એક જ કંપનીમાં એક સરખા પગારથી એકસમાન હોદા પર કામ કરતા હતા અને એક જ સોસાયટીમાં એક સરખા મકાનમાં બાજુ-બાજુમાં જ રહેતા હતા. બધી જ બાબતમાં સમાનતા હોવા છતા એક મિત્ર હંમેશા આનંદમાં રહેતો અને બીજો હંમેશા દુ:ખી રહેતો.

એકવખત બંને મિત્રો બહાર ફરવા માટે ગયા ત્યારે દુ:ખી મિત્રએ કહ્યુ , ” યાર , આપણા બંનેની પાસે બધુ જ સરખુ છે તો આપણને આનંદ પણ સમાન મળવો જોઇએ છતા પણ એવું કેમ થાય છે કે તું આનંદમાં હોય છે અને હું સતત તનાવમાં જીવું છું. ? મારા જીવનમાં આવે છે એવી કોઇ સમસ્યા કે દુ:ખ શું તારા જીવનમાં આવતા જ નથી ? “

બીજા મિત્રએ કહ્યુ , ” ભાઇ , પ્રશ્નો અને સમસ્યાઓ તો મારા જીવનમાં પણ એટલી જ છે જેટલી તારા જીવનમાં છે. આપણે કાયમ સાથે જ હોઇએ છીએ અને તને મારા જીવનની સમસ્યાઓનો ખ્યાલ પણ છે. ” દુ:ખી રહેતા મિત્રએ કહ્યુ , ” તારી વાત બીલકુલ સાચી છે. તો પછી તારી પાસે એવુ શું છે કે તું આ સમસ્યાઓની વચ્ચે પણ આનંદપૂર્ણ જીવન જીવી શકે છે ? ”

પોતાના મિત્રના ખભા પર હાથ મુકીને જવાબ આપતા બીજા મિત્રએ કહ્યુ , ” અરે મારા વ્હાલા દોસ્ત, તારી અને મારી વચ્ચે માત્ર એટલો જ ફેર છે કે જીવનમાં આવતા દુ:ખોને કારણે હું માત્ર એક જ વાર દુ:ખી થાવ છું. અને તું એક જ દુ:ખ માટે ત્રણવાર દુ:ખી થાય છે. 1. દુ:ખ કે સમસ્યા આવવાની હોય ત્યારે એના સતત વિચારો કરીને 2. દુ:ખ કે સમસ્યા ખરેખર જીવનમાં આવે ત્યારે અને 3. દુ:ખ કે સમસ્યા જતા રહે ત્યારબાદ એને વારંવાર યાદ કરીને. જીવનમાં આવતી સમસ્યાથી મને એક વખત તકલીફ પડે છે અને તને ત્રણવાર તકલીફ પડે છે”

આપણે બધા પણ એક જ સમસ્યા માટે ત્રણવાર દુ:ખી થનારા માણસો છીએ. ભવિષ્ય માટે સજાગ જરુર બનીએ પણ હજુ જે બન્યુ જ નથી એની ચિંતા કરીને વર્તમાનને બરબાદ ન કરીએ અને ભુતકાળને વાગોળવાને બદલે કરેલી ભુલોમાંથી બોધપાઠ લઇને આગળ વધીએ.

હથેળી બંધ છે ને , કાલ પણ એમાં સલામત છે ,
છતાંયે બીક રાખી , આજ કેવી સળવળે છે..જો..!